News Portal...

Breaking News :

વડોદરાના તરસાલીમાં મોડીરાત્રે બે કાર વચ્ચે અકસ્માત, કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતાં ચકચાર

2026-05-13 12:23:36
વડોદરાના તરસાલીમાં મોડીરાત્રે બે કાર વચ્ચે અકસ્માત, કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતાં ચકચાર


તરસાલી વિસ્તારમાં મોડીરાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના મોતીનગર સોસાયટી સામે બની હોવાનું જાણવા મળ્યું છે. 


અકસ્માત બાદ એક કારના ચાલક પર નશાની હાલતમાં વાહન ચલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પાછળથી આવી રહેલી કાર અચાનક આગળના વાહન સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને કારને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.અકસ્માત બાદ કારની તપાસ દરમિયાન અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. સાથે જ કારમાં બિયરની ટીન પણ જોવા મળી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે. જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.


ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે અકસ્માત અને દારૂ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ દ્વારા કારચાલકની મેડિકલ તપાસ સહિત અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

Reporter: admin

Related Post