Gujarat Titansએ IPLમાં શાનદાર વાપસી કરતા પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર સર્જ્યો છે. Sunrisers Hyderabad સામે ભવ્ય જીત મેળવી ગુજરાત ટાઇટન્સ હવે ટોચના સ્થાને પહોંચી ગયું છે.
ટીમે અત્યાર સુધી આઠ જીત સાથે 16 પોઈન્ટ મેળવ્યા છે અને પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે.થોડા સમય પહેલા પ્લેઓફની દોડમાં પાછળ દેખાતી ગુજરાત ટાઇટન્સે છેલ્લી પાંચેય મેચ જીતીને જોરદાર કમબેક કર્યું છે. કેપ્ટન Shubman Gillની આગેવાની હેઠળ ટીમ ફરી એકવાર ટાઇટલની દાવેદાર બની છે.ગુજરાતના ટોચ પર પહોંચતા જ Royal Challengers Bengaluruને નુકસાન થયું છે. RCB હવે બીજા સ્થાને સરકી ગઈ છે, જ્યારે હૈદરાબાદ ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. બંને ટીમોના 14-14 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના આધારે સ્થાન નક્કી થયું છે.Punjab Kings 13 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, પરંતુ સતત ચાર હાર બાદ ટીમ પર દબાણ વધી ગયું છે. બીજી તરફ Chennai Super Kings અને Rajasthan Royals હજુ પણ પ્લેઓફની રેસમાં જીવંત છે.
બંને ટીમોના 12-12 પોઈન્ટ છે અને આગામી એક જીત તેમને ફરી ટોપ-4માં લઈ આવી શકે છે.હાલની સ્થિતિ મુજબ પ્લેઓફની રેસમાંથી લગભગ બે ટીમો બહાર થઈ ચૂકી છે. Mumbai Indians નવમા સ્થાને છે, જ્યારે Lucknow Super Giants દસમા સ્થાને સંઘર્ષ કરી રહી છે. બંને ટીમોના ફક્ત 6 પોઈન્ટ છે.હવે સૌની નજર આજે થનારી RCB અને Kolkata Knight Riders વચ્ચેની મેચ પર છે. જો RCB જીતશે તો ફરી ટોચનું સ્થાન મેળવી શકે છે, જ્યારે KKR માટે આ મેચ “કરો અથવા મરો” જેવી બની ગઈ છે. હાર મળતા જ KKRનું પ્લેઓફ સપનું લગભગ સમાપ્ત થઈ શકે છે. IPLમાં હવે દરેક મેચ સાથે પોઈન્ટ ટેબલનું ગણિત વધુ રોમાંચક બની રહ્યું છે.
Reporter: admin







