News Portal...

Breaking News :

ગુજરાતના વહિવટી તંત્રમાં મોટો ફેરફાર, રાજ્ય સરકારે 72 IAS અધિકારીઓની કરી બદલી

2026-05-13 12:16:16
ગુજરાતના વહિવટી તંત્રમાં મોટો ફેરફાર, રાજ્ય સરકારે 72 IAS અધિકારીઓની કરી બદલી


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે વહિવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. 


રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મોડી રાત્રે 72 IAS અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. આ બદલીઓમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર અને મહત્વના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.સરકારના આ નિર્ણય બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને મહત્વના શહેરો અને જિલ્લાઓમાં થયેલા ફેરફારોને લઈને ચર્ચાઓ તેજ બની છે.બદલીઓમાં અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની સ્પેશિયલ કમિશનર ટેક્સ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની જગ્યાએ વલસાડના કલેક્ટર ભવ્ય વર્માને અમદાવાદના નવા કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.


આ ઉપરાંત જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર ડી. એન. મોદીની વિકાસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. ગાંધીધામ, મહેસાણા, આણંદ, વાપી અને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નરોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અન્ય અનેક અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ થયેલા આ મોટા વહીવટી ફેરફારોને આગામી સમયમાં સરકારની કામગીરી વધુ અસરકારક બનાવવા માટેનું પગલું માનવામાં આવી રહ્યું છે. જોકે, કેટલીક બદલીઓને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે.રાજ્ય સરકાર તરફથી હજુ સુધી બદલીઓ પાછળના ચોક્કસ કારણો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આગામી સમયમાં નવી નિયુક્તિઓ બાદ વિવિધ જિલ્લાઓ અને વિભાગોની કામગીરીમાં નવા ફેરફારો જોવા મળી શકે છે.

Reporter: admin

Related Post