
કાર્યક્રમોમાં શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે વક્તાઓએ મહારાણા પ્રતાપના અદમ્ય સાહસ, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેમણે મોગલ શાસન સામે ક્યારેય માથું ન ઝુકાવી સંઘર્ષનો માર્ગ અપનાવ્યો હતો. તેમના જીવનનો દરેક પ્રસંગ દેશપ્રેમ અને આત્મગૌરવની પ્રેરણા આપે છે. વક્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે, હલ્દીઘાટીનું યુદ્ધ દરમિયાન મહારાણા પ્રતાપે મર્યાદિત સંસાધનો અને ઓછી સેનાશક્તિ હોવા છતાં મોગલ સેનાનો બહાદુરીપૂર્વક સામનો કરી ભારતીય શૌર્યનો અવિસ્મરણીય ઇતિહાસ રચ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મહારાણા પ્રતાપના વફાદાર અશ્વ ચેતકની વીરતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે, ચેતકની નિષ્ઠા અને બહાદુરી આજે પણ લોકો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.અંતમાં ઉપસ્થિત આગેવાનોએ યુવા પેઢીને મહારાણા પ્રતાપના જીવનમાંથી પ્રેરણા લઈને દેશહિત અને સમાજસેવા માટે સમર્પિત થવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દેશભક્તિના નારાઓ અને શ્રદ્ધાંજલિ સાથે પૂર્ણ થયો હતો.




Reporter: admin







