મહારાષ્ટ્રના Baramatiમાં ફરી એકવાર ટ્રેઈની વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે.
ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું ટુ-સીટર વિમાન ટેકનિકલ ખામી સર્જાતા ગોજુબાબી ગામ નજીક ક્રેશ લેન્ડ થયું હતું. ઘટનાના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રેડ બર્ડ કંપનીનું આ ટ્રેઈની એરક્રાફ્ટ તાલીમ ઉડાન દરમિયાન અચાનક એન્જિન ખામીનો ભોગ બન્યું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા પાયલોટે સમજદારી દાખવી વિમાનને સુરક્ષિત રીતે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બારામતીના ગોજુબાબી વિસ્તારમાં વિમાનનું હાર્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. છે.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તાલીમાર્થી પાયલોટ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને તકનીકી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે બારામતી વિસ્તારમાં અગાઉ પણ વિમાન દુર્ઘટનાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેના કારણે ફરી એકવાર ટ્રેનિંગ એરક્રાફ્ટની સલામતી અને ટેકનિકલ તપાસ અંગે પ્રશ્નો ઊભા થયા છે. હાલમાં અધિકારીઓ દ્વારા વિમાનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી
Reporter: admin







