News Portal...

Breaking News :

ટિકિટ વેચાણની દુકાન ખુલ્લી: કોંગ્રેસમાં સેટિંગ, સોદા અને સત્તાનો વેપાર!

2026-04-24 12:45:31
ટિકિટ વેચાણની દુકાન ખુલ્લી: કોંગ્રેસમાં સેટિંગ, સોદા અને સત્તાનો વેપાર!


કોંગ્રેસ પ્રમુખનો ઘેરાવો, રૂપિયા લઈને ઉમેદવારી વેચવાનો આક્ષેપ!
ફોર્મ પાછું, ખેસ બદલાયો—ચૂંટણી નહીં, સેટિંગનો ખેલ ખુલ્લેઆમ!
મુસ્લિમ સમાજનો સીધો આરોપ: ટિકિટ માટે લેવડદેવડ, જીત્યા બાદ પક્ષપલટા—પારદર્શકતાના દાવા વચ્ચે કોંગ્રેસ ઘેરાઈ!



કોંગ્રેસ પ્રમુખનો ઘેરાવો: ટિકિટ માટે રૂપિયા લેવાના આક્ષેપોથી રાજકારણ ગરમાયું...
શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસમાં આંતરિક કલહ ખુલ્લેઆમ સામે આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખને મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો. આક્ષેપ કરવામાં આવ્યો છે કે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવા બદલ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.ઘેરાવ દરમિયાન એક સમાજે કડક શબ્દોમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો અને પારદર્શકતા તથા ન્યાયની માંગ ઉઠાવી હતી. પક્ષની અંદર જ આવા ગંભીર આક્ષેપો ઉઠતા કોંગ્રેસની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે.


આ પહેલા પણ કોંગ્રેસ માટે શરમજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી. વોર્ડ નં. 2 અને વોર્ડ નં. 11માં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હતા. વધુમાં, વોર્ડ નં. 2ના કોંગ્રેસ ઉમેદવાર બાદમાં ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાઈ ગયા હતા, જે રાજકીય નૈતિકતાને લઈને મોટા પ્રશ્નો ઉભા કરે છે.રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ચૂંટણી પ્રક્રિયા હવે વિચારધારા કે સેવાભાવથી વધુ ખરીદી-વેચાણના સંઘ જેવી બની રહી છે. કેટલાક બનાવોમાં તો કોંગ્રેસમાંથી ટિકિટ મેળવીને જીત્યા બાદ ભાજપમાં જોડાવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.આ સમગ્ર મામલાએ ચૂંટણીની વિશ્વસનીયતા અને પક્ષોની આંતરિક શિસ્ત અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મતદાતાઓ હવે પૂછે છે કે શું ચૂંટણી ખરેખર જનસેવા માટે છે કે પછી સોદાબાજીનું મંચ બની ગઈ છે?


Reporter: admin

Related Post