News Portal...

Breaking News :

પીકઅપ વાનચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત

2026-04-24 14:55:34
પીકઅપ વાનચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત


અમદાવાદ:  જિલ્લાના નળ સરોવર-વિરમગામ હાઈવે પર આજે 24મી એપ્રિલએ વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 


કમીજલા અને વનથળ ગામ વચ્ચે એક પીકઅપ વાનચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જે હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.



ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયો અકસ્માત!
મળતી વિગતો અનુસાર, આ અકસ્માત આજે સવારે અંદાજે 8:00થી 8:30 વાગ્યાની વચ્ચે સર્જાયો હતો. મૃતકો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકના રહેવાસી હતા. તે લખતરથી બાઈક પર વિરમગામ તરફ જઈ રહ્યા હતા. બાઈક અને બોલેરો પીકઅપ બંને એક જ દિશામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન પીકઅપ વાન ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 30 થી 35 વર્ષની ઉંમરના એક પુરુષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક માસૂમ બાળકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું.

Reporter: admin

Related Post