રાજદીપ સોસાયટીના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ફરી એકવાર ચોરની શંકાસ્પદ હરકત સીસીટીવીમાં કેદ થતાં રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર આ ચોથી વખત છે જ્યારે એ જ વિસ્તારમાં ચોરની મુવમેન્ટ જોવા મળી છે. ખાસ કરીને 235 રો ડુપ્લેક્સ ના રહેવાસીઓમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે.આ ઘટનાને પગલે રહેવાસીઓ વચ્ચે તાત્કાલિક ચર્ચા યોજાઈ, જેમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને વધુ પોલીસ પોઇન્ટ ગોઠવવાની માંગ ઉઠી છે.
સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો મોટી ઘટના બનવાની શક્યતા નકારી શકાય નહીં.રહેવાસીઓએ એકબીજાને સતર્ક રહેવા, અજાણ્યા લોકો પર નજર રાખવા અને સીસીટીવી સિસ્ટમને વધુ મજબૂત બનાવવા પણ અપીલ કરી છે.હવે નજર પોલીસ તંત્ર પર છે કે આ સતત બનતી ઘટનાઓને કાબૂમાં લેવા માટે શું પગલાં લેવામાં આવે છે.
Reporter: admin







