News Portal...

Breaking News :

ગામના નાગરિકોએ સ્વેજલ વ્યાસ અને તેમની આખી પેનલને જીતાડવાનો સંકલ્પ લીધો

2026-04-21 12:54:56
ગામના નાગરિકોએ સ્વેજલ વ્યાસ અને તેમની આખી પેનલને જીતાડવાનો સંકલ્પ લીધો


કરોડિયા ગામ અને આજુબાજુની સોસાયટીઓ છેલ્લા 7 વર્ષથી કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયાં છતાં આજે સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. 


દર વર્ષે નાગરિકો વેરો ભરે છે, પરંતુ રોડ, ગટર, પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો હજુ અધૂરી જ રહી છે. ભાજપના ઉમેદવારો દ્વારા વારંવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હોવા છતાં એક પણ કામ જમીન પર ઊતરી શક્યું નથી. ખાલી વચનો અને દેખાવના રાજકારણથી ગામના લોકો હવે કંટાળી ગયા છે.


આ પરિસ્થિતિ સામે આખું કરોડિયા ગામ રોષે ભરાયું છે અને હવે પરિવર્તન માટે એકમત થયું છે.ગામના નાગરિકોએ સ્વેજલ વ્યાસ અને તેમની આખી પેનલને જીતાડવાનો સંકલ્પ લીધો છે, જેથી વિસ્તારનો વિકાસ હકીકતમાં થાય.

Reporter: admin

Related Post