News Portal...

Breaking News :

ક્રાંતિકારી સેનાની કમાલ મતદારો થયા જાગૃત, ઉમેદવારોની પોલ ખોલી

2026-04-21 11:27:11
ક્રાંતિકારી સેનાની કમાલ મતદારો થયા જાગૃત, ઉમેદવારોની પોલ ખોલી


વોર્ડ-10 માં ભાજપનાં ઉમેદવારોનો ઘેરાવ: જનતાએ ઉમેદવારોને કામના હિસાબે ચકનાચૂર કર્યા
ભાયલીમાં ઉગ્ર વિરોધ, “ગામનાં યુવાનોને બદનામ કરો છો, કામ શૂન્ય” કહી જનતાનો સણસણતો પ્રહાર
પ્રચાર માટે ગયેલા ઉમેદવારો સામે લોકઆક્રોશ ફાટ્યો, વિકાસનાં અભાવે ભાજપને કપરા પ્રશ્નોનો સામનો
વોર્ડ નંબર 10 માં ભાજપનાં ઉમેદવારોનો ઘેરાવ કરીને જનતાએ પરસેવો પાડી દીધો, તમે ગામના નિર્દોષ છોકરાઓને બદનામ કરો છો અને કામનાં નામે શૂન્ય છો.



વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 10 માં ભાજપનાં ઉમેદવારો નીતિન દોંગા, મમતા વ્યાસ અને અવની સ્ટેમ્પવાલા સામે સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાયલી વિસ્તારમાં જ્યારે આ ઉમેદવારો પ્રચાર અર્થે પહોંચ્યા ત્યારે મતદારોએ તેમને 'કામનો હિસાબ' માંગીને પરસેવો પાડી દીધો હતો.રામયાત્રા જેવા ધાર્મિક પ્રસંગોએ આરતી ઉતારવા આવતા નેતાઓ સામે લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે, "આરતી કરવા તો આવો છો, પરંતુ પાંચ વર્ષમાં પ્રજાના કામો કેમ નથી કર્યા?" આ વિસ્તારમાં ક્રાંતિકારી સેનાનાં સક્રિય પ્રયાસો અને જનજાગૃતિનાં કારણે હવે મતદારો મૌન રહેવાને બદલે સીધા સવાલો કરી રહ્યા છે.વોર્ડ-10 નાં ભાયલી વિસ્તારમાં સ્થિતિ ત્યારે વધુ તંગ બની જ્યારે એક મહિલાએ જાહેરમાં ચારેય ઉમેદવારોને ખખડાવતા કહ્યું હતું કે, "તમે ગામનાં નિર્દોષ છોકરાઓને બદનામ કરો છો અને કામનાં નામે શૂન્ય છો." મહિલાનાં આ આક્રોશ સામે ઉમેદવારો નિરુત્તર જણાયા હતા અને માહોલ ગરમાયો હતો.સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ દેખાતા નેતાઓ પ્રજાની પાયાની સુવિધાઓ જેવા કે રોડ, રસ્તા અને પાણીના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારોનો આ ફિયાસ્કો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.જનતાનો મૂડ પારખી ગયેલા વિરોધ પક્ષો અને અપક્ષ ઉમેદવારો માટે આ સ્થિતિ સાનુકૂળ બની છે, જ્યારે ભાજપનાં મોવડી મંડળમાં આ આંતરિક અને જનતાનાં વિરોધને લઈને ચિંતાના વાદળો છવાયા છે. "કામ કરો તો જ મત મળશે"ના નારા સાથે જાગૃત થયેલી જનતાએ આ વખતે નેતાઓને ઘરભેગા કરવાની ચીમકી ઉચ્ચારી છે, જે આગામી પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.વડોદરાનાં વોર્ડ નંબર 10 અને ખાસ કરીને ભાયલી વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સામે જે પ્રકારે વિરોધનો વંટોળ ફૂંકાયો છે, તે માત્ર એક વિસ્તારની નારાજગી નથી, પરંતુ બદલાતા રાજકીય પ્રવાહનો સંકેત છે. વર્ષોથી ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ્યારે નીતિન દોંગા, મમતા વ્યાસ અને અવની સ્ટેમ્પવાલા જેવા પ્રસ્થાપિત ચહેરાઓને પ્રજાના આક્રોશનો સામનો કરવો પડે છે, ત્યારે એ સ્પષ્ટ થાય છે કે હવે મતદાર માત્ર પક્ષના નામે નહીં, પરંતુ પક્ષનાં કામના નામે મૂલ્યાંકન કરી રહ્યો છે.જનતા હવે નેતાઓનાં ખોટા આશ્વાસનોથી કંટાળી ચૂકી છે. ક્રાંતિકારી સેના જેવા સંગઠનોએ લોકોમાં જે જાગૃતિ ફેલાવી છે, તેની અસરરૂપે જ આજે મતદારો નેતાઓ સામે આંખમાં આંખ મિલાવીને વાત કરી રહ્યા છે. ગામનાં યુવાનોને બદનામ કરવાના આક્ષેપો હોય કે વર્ષોથી વણઉકેલાયેલા પ્રશ્નો હોય, નેતાઓ પાસે આજે જનતાના પાયાના સવાલોના કોઈ સચોટ જવાબ નથી.આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે મતદાર હવે ભોળો રહ્યો નથી; તે સોશિયલ મીડિયા અને જનજાગૃતિના માધ્યમથી સક્ષમ બન્યો છે. ભાયલીની આ ઘટનાએ સાબિત કર્યું છે કે લોકશાહીમાં અંતિમ શક્તિ તો પ્રજાના હાથમાં જ છે અને જ્યારે પ્રજા હિસાબ માંગવા પર ઉતરે છે, ત્યારે મોટા-મોટા નેતાઓના પગ નીચેથી જમીન સરકી જાય છે.



જનતાનો સણસણતો સવાલ
ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે ઉમેદવારો પહોંચ્યા ત્યારે લોકોએ તેમને આડે હાથ લીધા હતા. સ્થાનિકોએ ઉગ્ર સ્વરે પૂછ્યું હતું કે, ધાર્મિક પ્રસંગોએ ફોટા પડાવવા આવતા નેતાઓ છેલ્લા પાંચ વર્ષથી જનતાની હાડમારી સમયે ક્યાં ગાયબ હતા? ભાયલીનાં રહીશોએ સ્પષ્ટ કર્યું કે હવે માત્ર ધર્મના નામે નહીં, પરંતુ વિકાસના કામોના આધારે જ મત અપાશે.
મહિલા શક્તિનો આક્રોશ, ગામનાં છોકરાઓને બદનામ કરવાનું બંધ કરો.
વોર્ડ નંબર 10 માં પ્રચાર અર્થે ગયેલા નીતિન દોંગા અને અન્ય ઉમેદવારો સામે એક મહિલાએ મોરચો માંડ્યો હતો. એક જાગૃત મહિલાએ જાહેરમાં ચારેય ઉમેદવારોને ખખડાવતા આક્ષેપ કર્યો હતો કે રાજકીય રોટલા શેકવા માટે ગામના યુવાનોને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. આ ઉગ્ર બોલાચાલીને કારણે ઉમેદવારોને ત્યાંથી વિદાય લેવી પડી હતી.
ક્રાંતિકારી સેનાની અસર
વોર્ડ-10 માં વધતા વિરોધ પાછળ ક્રાંતિકારી સેના દ્વારા કરવામાં આવેલી જનજાગૃતિ મુખ્ય કારણ માનવામાં આવે છે. લોકો હવે નેતાઓ સામે આંખમાં આંખ મિલાવીને પાંચ વર્ષના કામનો હિસાબ માંગી રહ્યા છે. ભાયલીમાં સર્જાયેલા આ તંગ માહોલે સાબિત કરી દીધું છે કે ભાજપનાં આ ગઢમાં હવે મતદારો પાયાની સુવિધાઓ મામલે કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી.

Reporter:

Related Post