News Portal...

Breaking News :

મન મંદિર સંકુલ ધાર્મિક પ્રવૃતિઓથી ધમધમતુ રહેશે ..21 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપન

2026-04-25 14:28:25
મન મંદિર સંકુલ ધાર્મિક પ્રવૃતિઓથી ધમધમતુ રહેશે ..21 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપન


અજય દવે. વડોદરા ....પ્રાણ શબ્દ નો અર્થ જીવન શક્તિ અને પ્રતિષ્ઠા નો અર્થ સ્થાપના થાય છે ત્યારે વડોદરા ના સનફાર્મા  રોડ ઉપર આવેલા કૈલાસ શિખર એપાર્ટમેન્ટ પાછળ ભાયલી લીંક રોડ આવેલા "મન મંદિર" સંકુલ ખાતે એકી સાથે ૨૧ દેવી દેવતાઓ ની શાસ્ત્રોક વિધિ સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ હઝારો ભાવિકો ની ઉપસ્થિતિ માં પૂર્ણ થયો હતો 


કહેવાય છે કે  પ્રાણ પ્રતિષ્ઠા વિના કોઈ પણ મૂર્તિ પૂજા ને યોગ્ય હોતી નથી.મૂર્તિ પ્રતિષ્ઠા (પ્રાણ પ્રતિષ્ઠા) એ હિન્દુ ધર્મમાં શિલ્પકાર દ્વારા બનાવેલી નિર્જીવ મૂર્તિમાં મંત્રોચ્ચાર અને વિધિ દ્વારા દૈવી શક્તિ કે ચેતનાનો સંચાર કરવાની પ્રક્રિયા છે. આ વિધિ બાદ જ મૂર્તિ પૂજા યોગ્ય બને છે, જેમાં ભગવાન સ્વયં તે મૂર્તિમાં બિરાજમાન થાય છે આવી 21 મૂર્તિઓ ની પ્રાણ પ્રતિષ્ઠા સન ફાર્મા રોડ આવેલ "મન મંદિર સંકુલ" સંકુલ ખાતે કરવામાં આવી હતી 


રામસેના સેવા સમિતિના સિનિયર સિટીઝન સભ્યો દ્વારા લોક ભાગીદારી થી આ સંકુલમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવાને કારણે આ વિસ્તાર  હિન્દુ ધર્મ નું  આસ્થા નું કેન્દ્ર બની રહેશેસમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રી રામસેના સેવા સમિતિ ના પ્રમુખ નટુકાકા અને તેઓની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Reporter:

Related Post