વડોદરાના મકરપુરા એરફોર્સ રોડ પર આમ્રપાલી નજીક કાર અને સાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો.

અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, અકસ્માતમાં સામેલ કારચાલક એરફોર્સનો કર્મચારી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અથડામણ એટલી જોરદાર હતી કે સાયકલચાલકને માથાના ભાગે તેમજ હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

Reporter: admin







