News Portal...

Breaking News :

વિલિંગ્ડન ડેમમાં નાહવા પડ્યા સાત મિત્રો, ત્રણ ઊંડા પાણીમાં ડૂબ્યા

2026-05-09 10:34:22
વિલિંગ્ડન ડેમમાં નાહવા પડ્યા સાત મિત્રો, ત્રણ ઊંડા પાણીમાં ડૂબ્યા


જૂનાગઢ:  પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા વિલિંગ્ડન ડેમમાં શુક્રવારે એક કરુણ ઘટના સામે આવી છે. 



ડેમની કૂંડીમાં સાત લોકો ન્હાવા માટે આવેલા. જેમાંથી ત્રણ પરપ્રાંતિય યુવાનો ડૂબી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ડેમમાં નાહવા પર પ્રતિબંધ છે. તે છતાંપણ આ લોકો અહીં નાહવા માટે આવ્યાં હતા અને આ દુર્ઘટના ઘટી છે. તો બીજી બાજુ આ યુવાનોના પરિવારમાં માતમ છવાયો છે. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને કાર્યવાહી કરી હતી. હાલ આ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.વિલિંગ્ડન ડેમ ખાતે કુલ સાત મિત્રો ફરવા અને નાહવા માટે આવ્યા હતા. 


આ ડેમ વિસ્તારમાં ન્હાવાની સખત મનાઈ છે. અહીં પ્રતિબંધ છે. તે છતાંપણ આ યુવાનો કૂંડીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. સ્નાન કરતી વખતે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી ત્રણ યુવાનો ડૂબવા લાગ્યા હતા. તો અન્ય મિત્રો પાણીમાંથી બહાર નીકળવામાં સફળ થયા હતા. મિત્રોને ડૂબતા જોઈ અન્ય સાથીઓએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Reporter: admin

Related Post