News Portal...

Breaking News :

10મી તારીખથી હીટવેવ એલર્ટ અમરેલી, ભાવનગર, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી

2026-05-09 10:18:05
10મી તારીખથી હીટવેવ એલર્ટ અમરેલી, ભાવનગર, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી


અમદાવાદ : હવામાન વિભાગે 14મી મે સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 


આજે નવમી તારીખે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. 10મી તારીખથી હીટવેવ એલર્ટ વધારે જિલ્લાઓમાં જોવા મળશે. રવિવારે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. 


11મી તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે.

Reporter: admin

Related Post