News Portal...

Breaking News :

ચોટીલાની સુખભાદર નદીમાં રેતીચોરીનો પર્દાફાશ, ડેપ્યુટી કલેક્ટરની રેડમાં ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત

2026-05-11 11:09:44
ચોટીલાની સુખભાદર નદીમાં રેતીચોરીનો પર્દાફાશ, ડેપ્યુટી કલેક્ટરની રેડમાં ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત


સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચીરોડા (ભાદર) ગામ પાસે આવેલી સુખભાદર નદીમાં ચાલી રહેલી ગેરકાયદેસર રેતીચોરી સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. 


ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ સ્ટાફ સાથે મોડી રાત્રે દરોડો પાડી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.માહિતી મુજબ, સુખભાદર નદીમાંથી દરરોજ મોડી રાત્રે કાળી રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની બાતમી મળતા ડેપ્યુટી કલેક્ટરે ટીમ સાથે નદીના પટમાં અચાનક રેડ કરી હતી. કાર્યવાહી દરમિયાન એક ડમ્પર, લોડર, ટ્રેક્ટર-ટ્રોલી, રેતી છટણી માટેનો ચારણો તથા અંદાજે 120 મેટ્રિક ટન કાળી રેતી મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹71.32 લાખ હોવાનું જાણવા મળ્યું છે.


પ્રાથમિક તપાસમાં ચીરોડા (ભાદર) ગામના જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના જેસાભાઈ ભરવાડ દ્વારા રેતીચોરી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ઘટનાને પગલે સંબંધિત લોકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ચૂંટણીની કામગીરી પૂર્ણ થયા બાદ તંત્રએ ફરી ગેરકાયદેસર ખનીજચોરી સામે સખત વલણ અપનાવતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોમાં પણ આ કાર્યવાહી અંગે ચર્ચા જાગી છે.

Reporter: admin

Related Post