News Portal...

Breaking News :

દેશ ચલાવવો મોદીના હાથની વાત નથી: PMની સાત અપીલો પર રાહુલ ગાંધીનો પ્રહાર

2026-05-11 15:09:29
દેશ ચલાવવો મોદીના હાથની વાત નથી: PMની સાત અપીલો પર રાહુલ ગાંધીનો પ્રહાર


વિપક્ષના નેતા Rahul Gandhiએ વડાપ્રધાન Narendra Modiની તાજેતરની ‘સાત અપીલો’ પર આકરો પ્રહાર કરતાં તેને “ઉપદેશ નહીં પરંતુ નિષ્ફળતાના પુરાવા” ગણાવ્યા છે. 


પશ્ચિમ એશિયામાં વધતા સંકટ વચ્ચે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી અપીલોને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે.રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “મોદીજીએ ગઈકાલે જનતા પાસેથી ત્યાગ માંગ્યા. આ ઉપદેશ નથી, આ નિષ્ફળતાના પુરાવા છે. 12 વર્ષમાં દેશને એવી સ્થિતિમાં લાવવામાં આવ્યો છે કે હવે લોકોને કહેવું પડી રહ્યું છે કે શું ખરીદવું અને ક્યાં જવું નહીં.”તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે દેશની આર્થિક અને વિદેશ નીતિની સ્થિતિને કારણે સામાન્ય નાગરિકો પર ભાર વધ્યો છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.


ઉલ્લેખનીય છે કે, રવિવારે સિકંદરાબાદમાં યોજાયેલી જનસભામાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આયાત પરની નિર્ભરતા ઘટાડવા અપીલ કરી હતી. તેમણે વિદેશી મુદ્રાની બચત, આત્મનિર્ભરતા અને પર્યાવરણ સંરક્ષણ માટે કેટલીક સાવચેતી અને જીવનશૈલી સંબંધિત સૂચનો આપ્યા હતા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકારની નીતિઓને લઈને હવે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ટકરાવ વધુ તેજ બન્યો છે.

Reporter: admin

Related Post