એસીબી, વિજિલન્સ કે રાજ્ય તકેદારી પંચ પણ ગોથું ખાઈ જાય તેવી વિશેષ કળાથી સહિયારો ભ્રષ્ટાચાર થયો.
વડોદરા સ્માર્ટ સિટીનાં મોટાભાગનાં પ્રોજેક્ટમાં કરોડોની ગોલમાલ થઈ. જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ થયા બાદ તપાસ પેન્ડિંગ
સૌથી વધારે ચર્ચાસ્પદ હોડીકાંડમાં પણ PPP ધોરણે અપાયેલ કોન્ટ્રાક્ટરોને લ્હાણી કરાઈ
ત્રીસ વર્ષનાં શાસનમાં ફક્ત નેતાઓ જ નહીં પરંતુ સનદી અધિકારીઓ અને પાલિકાનાં ઉચ્ચ અધિકારીઓ પણ સહિયારા ભ્રષ્ટાચારમાં એટલા જ ખરડાયેલા..
કરોડોનાં કૌભાંડો પછી પણ અધિકારીઓ નિર્દોષ? કે “સેટિંગ” એટલું મજબૂત કે કાયદો પણ ચુપ!
વિકાસનાં બેનર હેઠળ ધંધો—કોર્પોરેશનમાં “ખાઓ અને ખવડાવો”નો સુવર્ણ યુગ!.
વિકાસનાં નામે ભ્રષ્ટાચારનો તાંડવ—તપાસ ફક્ત નાટક, કાર્યવાહી શૂન્ય
કોન્ટ્રાક્ટર-અધિકારી-નેતાઓની ગઠબંધન સરકાર? જનતા પૂછે છે: કૌભાંડનાં રાજમાં જવાબદારી ક્યાં ગઈ!
કોર્પોરેશનમાં કરોડોના કૌભાંડો, છતાં એક પણ જવાબદાર સામે કોઈ પગલાં નહીં....
વડોદરા આજે કૌભાંડોની નગરી બની ગયું છે. છેલ્લા ત્રણ દાયકાથી વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું એકચક્રી શાસન છે, પરંતુ આ શાસન વિકાસ માટે નહીં, ભ્રષ્ટાચારનાં નવા કીર્તિમાન સ્થાપવા માટે જાણીતું બન્યું છે. નેતાઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને મળતિયા કોન્ટ્રાક્ટરોની ત્રિપુટીએ જાણે વડોદરાને લૂંટવાનો પરવાનો મેળવી લીધો હોય તેમ એક પછી એક કૌભાંડો આચરી રહ્યા છે. સૌથી આઘાતજનક બાબત તો એ છે કે સેંકડો કરોડના ભ્રષ્ટાચારના પુરાવાઓ હોવા છતાં આજદિન સુધી એક પણ મોટા માથા સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. શું આ શાસન જનતા માટે છે કે પછી ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે? વડોદરા કોર્પોરેશનનાં કોઈ પણ વિભાગમાં આંગળી મૂકો, ત્યાંથી ભ્રષ્ટાચારની ગંધ આવશે. વડોદરામાં પીવાના પાણીની અછત કુદરતી નથી, પણ સર્જિત છે. મહીસાગરથી પાણી લાવવાનાં નામે કરોડોનો ખર્ચ થયા બાદ પણ શહેરીજનો તરસ્યા છે. બીજી તરફ, ટેન્કર માફિયાઓ સાથે મળીને અધિકારીઓએ મોટું નેક્સસ ઊભું કર્યું છે. કોરોના કાળમાં, જ્યારે લોકો મરી રહ્યા હતા, ત્યારે આ નિર્લજ્જ તંત્રે પતરા અને બેરિકેડિંગના નામે લાખો રૂપિયા સ્વાહા કરી દીધા હતા. માનવતા મરી પરવારી હોય તેમ આપત્તિને અવસરમાં બદલીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો.ગરીબોનાં ઘરના સપનાઓ સાથે પણ ખેલ થયો છે. સંજય નગર સહકાર આવાસ યોજના હોય કે અન્ય સરકારી આવાસો—ડ્રોની યાદીમાં ફેરફાર કરીને મળતિયાઓને ઘુસાડવા અને જમીન કપાતના નામે બિલ્ડરોને ફાયદો કરાવવો અહીંની રોજની રામાયણ છે. લોકોનાં જીવ જોખમમાં મૂકીને ફાયર NOC આપવામાં આવે છે. ફાયરના સાધનોની ખરીદીમાં હલકી ગુણવત્તા અને ઊંચા ભાવનું કૌભાંડ પણ દબાવી દેવામાં આવ્યું છે.સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી અને વોટર એટીએમ—આ તમામ પ્રોજેક્ટ્સમાં ટેકનોલોજીના નામે કરોડોના બિલો ફાડવામાં આવ્યા, પરંતુ વાસ્તવિકતામાં અડધાથી વધુ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અથવા શોભાના ગાંઠિયા સમાન છે. વડોદરા કોર્પોરેશનમાં એક વણલખાયેલો નિયમ છે: "ખાઓ અને ખવડાવો." જ્યારે કોઈ મોટું કૌભાંડ બહાર આવે છે, ત્યારે શાસક પક્ષના નેતાઓ તપાસના નામે નાટક કરે છે અને અધિકારીઓ ફાઈલો દબાવી દે છે.બાંધકામ પરવાનગી વિભાગ (TDO)માં તો ભ્રષ્ટાચારની ગંગા વહે છે. બિનઅધિકૃત બાંધકામોને પ્રોત્સાહન આપવું અને સીલ મારેલી મિલકતોને પાછા ખોલી આપવા માટે ચોક્કસ ‘રેટ કાર્ડ’ ચાલે છે. આશ્ચર્યની વાત એ છે કે કૌભાંડી ઇજારદારો (કોન્ટ્રાક્ટરો)ને બ્લેકલિસ્ટ કરવાની બદલે તેમને વારંવાર નવા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. શું આ નેતાઓના ખિસ્સા ગરમ કરે છે એટલે તેમને છાવરવામાં આવે છે?કૌભાંડનાં પુરાવાઓ હોવા છતાં કેટલા અધિકારીઓ સામે ખાતાકીય તપાસ થઈ? કેટલાને જેલમાં મોકલાયા? આ સવાલોનાં જવાબ આપવા માટે કોઈ તૈયાર નથી.
વડોદરાની જનતા માંગે છે
શા માટે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવતા નથી? જે ઇજારદારોએ હલકી ગુણવત્તાની કામગીરી કરી કે કૌભાંડ આચર્યું, તેમને જ ફરીથી મોટા પ્રોજેક્ટ્સ કેમ સોંપવામાં આવે છે? દરેક કૌભાંડમાં તપાસ સમિતિ બને છે, પરંતુ તેનો રિપોર્ટ ક્યારેય સાર્વજનિક કેમ કરવામાં આવતો નથી? 30 વર્ષથી વિપક્ષ નબળો હોવાનો ફાયદો ઉઠાવીને શું જનતાને મૂર્ખ બનાવવાનું ચાલુ રાખવામાં આવશે? આટલા મોટા કૌભાંડો નીચેના સ્તરે થાય અને ઉપર બેઠેલા લોકોને ખબર ન હોય તે શક્ય છે? જો ખબર છે, તો તેઓ પણ ભાગીદાર ગણાય!
વડોદરાની જનતા હવે જાગૃત થઈ રહી છે.
માત્ર રસ્તા પર પેચવર્ક કરવાથી કે દિવાળીમાં લાઈટોથી રોશની કરવાથી ભ્રષ્ટાચારના ડાઘ ભૂંસાશે નહીં. જો ખરેખર શાસક પક્ષ ‘ઝીરો ટોલરન્સ’ની વાત કરતો હોય, તો આ યાદીમાં આપેલા તમામ કૌભાંડોની નિષ્પક્ષ તપાસ કરી, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને ભ્રષ્ટ નેતાઓને જેલભેગા કરવા જોઈએ. નહિતર વડોદરાની પ્રજા આવનારા સમયમાં આ ‘સહિયારી ખેતી’ કરનારાઓને ચોક્કસ પાઠ ભણાવશે.
સહિયારા ભ્રષ્ટાચાર - કથિત કૌભાંડો માટે જવાબદાર કોણ કોણ ?
સિંધરોટ ઇન્ટેક વેલ–પાણી પુરવઠા કૌભાંડ
ડોર-ટુ-ડોરનું મિસિંગ પોઇન્ટ કૌભાંડ
કોરોના કાળમાં થયેલ પતરા બિલ કૌભાંડ
આવાસ યોજનાઓનાં કૌભાંડ
આવાસ યોજનાના ડ્રોના લિસ્ટમાં ફેરફાર કરવાનો કૌભાંડ
આવાસની લાલચે રૂપિયા પડાવવાનાં કૌભાંડ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાલિકા પાસેથી કબજો લઈને ચાર વર્ષથી કામ શરૂ ન કરવાનો કૌભાંડ
સંજયનગર–સહકારનગર આવાસ યોજના હેઠળના કૌભાંડ
જમીન કપાત કૌભાંડ
24x7 પાણી પૂરું પાડવાનું કૌભાંડ – મીટરકાંડ, માઇક્રો ટનલના કામોમાં જૂની-તિરાડવાળી પાઇપોનાં કૌભાંડ
રોડ રિસરફેસિંગ ડામર કૌભાંડ
ખાડા અને ભૂવા – રોડ મેન્ટેનન્સનાં કોન્ટ્રાક્ટરોમાં કૌભાંડ
શિક્ષણ સમિતિ દ્વારા કોરોના કાળમાં સ્ટેશનરી, ચોપડા, દફતર ખરીદી કૌભાંડ
નિમેટા વોટર પ્લાન્ટ ઓપરેશન્સ–મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કૌભાંડ
પાણી પુરવઠા કૌભાંડમાં સસ્પેન્ડ કરાયેલા ભ્રષ્ટ અધિકારીઓને પરત લેવાનું કૌભાંડ
પાણી પુરવઠા કૌભાંડમાં બ્લેકલિસ્ટેડ ઇજારદારોને ફરી એન્ટ્રી આપી કરોડોના કામ આપવાનું કૌભાંડ
ટાંકી સફાઈના બિલોમાં ખાયકીનો કૌભાંડ
ફાયર એનઓસી કૌભાંડ
ફાયરનાં સાધનો વેચી નાખવાનો કૌભાંડ
સોલિડ વેસ્ટ કૌભાંડ
ઓવરબ્રિજ – કરારના શરતભંગનો કૌભાંડ
ડીઝલ-પેટ્રોલ વપરાશ અને મેન્ટેનન્સના વાહન પુલનો કૌભાંડ
56 ટ્યુબવેલ કૌભાંડ
બ્લેકલિસ્ટેડ ઇજારદારોને ફાયદો આપવાનું કૌભાંડ
સ્માર્ટ સિટીના પ્રોજેક્ટોમાં કરોડોનો ગેરવહીવટ કૌભાંડ
100 કરોડનો CCTV પ્રોજેક્ટ કૌભાંડ,
PPP પ્રોજેક્ટોમાં જમીનોની લહાણીનો કૌભાંડ
જનમહેલ કૌભાંડ
ડ્રેનેજ ઢાંકણ ચોરી કૌભાંડ
ભરતી કૌભાંડ
ઢોર ખાતાનાં વિવિધ કૌભાંડ
હોર્ડિંગ્સ–જાહેરાત રિકવરીમાં ચેક બાઉન્સ કૌભાંડ
સુએઝ–STP પ્લાન્ટ કૌભાંડ
વિશ્વામિત્રી સ્વચ્છતા અભિયાન કૌભાંડ
તળાવોની સફાઈ ઇજારાનો કૌભાંડ
તળાવોના બ્યુટિફિકેશન કૌભાંડ
ડોર-ટુ-ડોર ડેટા ગાયબ કરવાનો IT વિભાગનો કૌભાંડ
સરકારી આવાસ ભાડે આપવાનો કૌભાંડ
હાઇરાઇઝ બાંધકામ મંજૂરી કૌભાંડ
ગેરકાયદેસર મંજૂરી કૌભાંડ
ખાનગી ટેન્કર દ્વારા પાણી સપ્લાય કૌભાંડ
ઝાડના લાકડાનો ગેરવહીવટ કૌભાંડ
અર્બન હેલ્થ સેન્ટરમાં એક્સપાયરી દવા કૌભાંડ
કોરોના મૃત્યુ આંકડા છુપાવવાનો કૌભાંડ
મેયર ફંડ અને CM ફંડમાં લહાણી કૌભાંડ
GPMC એક્ટ 67(3)(C) હેઠળ ગેરવહીવટ અને સત્તાનો દુરુપયોગ
માનીતા ઇજારદારોને કામોની લહાણી કૌભાંડ
G-40 કૌભાંડમાં દોષિતોને બચાવવાનો કૌભાંડ
CCC બિલ્ડિંગમાં કામ પહેલા જ વધારો આપવાનો કૌભાંડ
પાલિકાની જમીન વેચી કરોડોનો કૌભાંડ
હાઇમાસ્ટ લાઇટ પોલ કૌભાંડ
સ્વિમિંગ પૂલ કૌભાંડ
ઇ-રિક્ષા પ્રોજેક્ટ કૌભાંડ
ઇ-સાયકલ પ્રોજેક્ટ કૌભાંડ
CCTV સાધનો બગાડવાનો કૌભાંડ
વાઇ-ફાઇ પોલ કૌભાંડ
વાઇ-ફાઇ પોલમાં વસૂલી કૌભાંડ
હેરીટેજ મિલકતોના જતનમાં કૌભાંડ
હેરીટેજ ટૂરિઝમ પ્રોજેક્ટ કૌભાંડ
સ્માર્ટ રોડ કૌભાંડ
વોટર ATM કૌભાંડ
બસ સર્વિસ ફોર ચિલ્ડ્રન પ્રોજેક્ટ કૌભાંડ
વોટર SCADA પ્રોજેક્ટ કૌભાંડ
હેરીટેજ ટૂરિસ્ટ બસ કૌભાંડ
હેરીટેજ સ્ટ્રક્ચર રિપેરિંગ કૌભાંડ
ERP ઇમ્પ્લિમેન્ટેશન કૌભાંડ
GIS અંડરગ્રાઉન્ડ કૌભાંડ
ITMS પ્રોજેક્ટ કૌભાંડ
સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ કૌભાંડ
ઓટોમેટેડ લેન્ડ એન્ક્રોચમેન્ટ પ્રિવેન્શન સિસ્ટમ કૌભાંડ
ડીપ વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટ કૌભાંડ
વોટર પમ્પિંગ અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક કૌભાંડ
સ્માર્ટ વોટર ઓડિટ કૌભાંડ
મોડલ રોડ કૌભાંડ
માટી કૌભાંડ
ખાનગી સ્મશાન કૌભાંડ
વડોદરા ગેસ વિભાગ કૌભાંડ
ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઝેબ્રા ક્રોસિંગ, સોલાર સ્ટડ, ડેલીનેટર, સિગ્નલ) કૌભાંડ
રાયકા ઇન્ટેક વેલ કૌભાંડ
આજવા પ્યુરિફિકેશન પંપ કૌભાંડ
પાણીની ટાંકી અને સફાઈ કૌભાંડ
સંગમ બૂસ્ટર કૌભાંડ
ભૂગર્ભ સંપ કૌભાંડ
ડ્રેનેજ નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશન કૌભાંડ
વરસાદી કાંસ અને સફાઈ કૌભાંડ
કલ્વર્ટ અને વરસાદી પાણી નિકાલ કૌભાંડ
વરસાદી ચેનલ સ્લેબ કૌભાંડ
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કૌભાંડ
બ્રિજ મેન્ટેનન્સ અને વાયડનિંગ કૌભાંડ
મિલિંગ-રીસર્ફેસિંગ કૌભાંડ
સેન્ટ્રલ ડિવાઇડર અને લાઇટિંગ રોડ કૌભાંડ
અર્બન હેલ્થ સેન્ટર કૌભાંડ
ફાયર બ્રિગેડ અને સાધનો કૌભાંડ
હાઇડ્રોલિક પ્લેટફોર્મ કૌભાંડ
ફાયર સ્ટેશન અને ક્વાર્ટર્સ કૌભાંડ
વહીવટી કચેરી અને અતિથિગૃહ કૌભાંડ
સુરસાગર–ગાર્ડન વિકાસ કૌભાંડ
તળાવ-પાથવે-રિટેનિંગ વોલ કૌભાંડ
પાઇપલાઇન સાથે વોકિંગ ટ્રેક-ફૂટપાથ કૌભાંડ
સ્ટ્રીટ લાઇટ અને સોલાર પ્લાન્ટ કૌભાંડ
બગીચા લાઇટિંગ અપગ્રેડેશન કૌભાંડ
વોટર ટ્રીટમેન્ટ અને ટ્રાન્સમિશન લાઇન કૌભાંડ
આંગણવાડી-લાઇબ્રેરી કૌભાંડ
વિશ્વામિત્રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કૌભાંડ,સ્વિમિંગ પૂલ મેન્ટેનન્સ કૌભાંડ
Reporter: admin







