News Portal...

Breaking News :

રાઘવ ચઢ્ઢા: AAP તેના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી ભટકી ગઈ,જે સાંસદના ઘરે કેજરીવાલ ડેરો નાખીને બેઠા હતા, તેમણે જ પાર્ટી છોડી દીધી

2026-04-25 10:22:12
રાઘવ ચઢ્ઢા: AAP તેના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી ભટકી ગઈ,જે સાંસદના ઘરે કેજરીવાલ ડેરો નાખીને બેઠા હતા, તેમણે જ પાર્ટી છોડી દીધી


દિલ્હી : રાજ્યસભામાં AAPના કુલ 10 સાંસદો છે, જેમાંથી 7 (બે તૃતીયાંશથી વધુ) સાંસદોએ ભાજપમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે. 


જેમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સિંહ સાહનીનો સમાવેશ થાય છે.રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે AAP તેના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી ભટકી ગઈ છે. હવે પાર્ટી દેશના હિતમાં નહીં પણ વ્યક્તિગત સ્વાર્થ માટે કામ કરી રહી છે.ભાજપના નેતા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું છે. મિશ્રાએ કટાક્ષ કરતા કહ્યું કે, જે સાંસદના ઘરે કેજરીવાલ ડેરો નાખીને બેઠા હતા, તેમણે જ પાર્ટી છોડી દીધી છે.કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, સૌથી રમુજી વાત એ છે કે કેજરીવાલ આજે સવાર સુધી અશોક મિત્તલજીના ઘરે જ રહેતા હતા. 


આજે અશોક મિત્તલે AAP છોડી દીધી, તેથી કેજરીવાલે પણ ત્યાંથી પોતાનો 'કબજો' છોડવો પડ્યો.રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું કે તેઓએ ભારતના બંધારણની જોગવાઈઓ હેઠળ ભાજપમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે. સવારમાં જ તમામ સાત બાગી સાંસદોની સહી વાળો પત્ર અને દસ્તાવેજો રાજ્યસભાના સભાપતિને સોંપી દેવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post