News Portal...

Breaking News :

બોગસ ખેડૂત કાબલીવાલા પર ભાજપ સરકારના ચાર હાથ: પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમીજીને સરકારે જેલના સળિયા પાછળ ધકેલી દીધા

2026-04-25 10:19:49
બોગસ ખેડૂત કાબલીવાલા પર ભાજપ સરકારના ચાર હાથ: પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમીજીને સરકારે જેલના સળિયા પાછળ ધકેલી દીધા


ખેડા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને અસર કરે તેવા કોઈ ચૂંટણી મુદ્દા રહ્યા નથી પરિણામે ભાજપ ચૂંટણી જીતવા અવનવા રાજકીય પેંતરા રચી રહ્યું છે. 


હવે એ વાત સામાન્ય બની છે એ મુસ્લિમ મતોમાં ધ્રુવીકરણ કરવા માટે અસદદુદ્દીન ઓવૈસીની ભૂમિકા રહી છે. આ જોતાં ગુજરાતમાં પણ ભાજપ સરકાર જાણે ઓવૈસીની પાર્ટી એઆઈએઆઈએમ પર મહેરબાન છે.વાત જાણે એવી છે કે, બોગસ ખેડૂત પ્રકરણમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમીજીને સરકારે જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. બીજી તરફ, પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ ખેડા જિલ્લામાં બોગસ ખેડૂત બની લાખો કરોડોની જમીનો ખરીદી છે. 


આ મામલે ફરિયાદીએ અત્યાર સુધીમાં કુલ મળીને 100થી વધુ વખત ફરિયાદો કરી છે. મામલતદારથી માંડીને મહેસૂલ મંત્રી, મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરી છે પણ કાબલીવાલાનો વાળ વાંકો થયો નથી. કોંગ્રેસનો આરોપ છે કે, મુસ્લિમ મતોમાં ભાગલા પાડવાનું સરકારનું આ ઈનામ છે.

Reporter: admin

Related Post