News Portal...

Breaking News :

પીસીબી દ્વારા અલગ વિસ્તારોમાં પ્રોહિબીશનના બે મોટા કેસનો પર્દાફાશ

2026-04-25 11:50:59
પીસીબી દ્વારા અલગ વિસ્તારોમાં પ્રોહિબીશનના બે મોટા કેસનો પર્દાફાશ


દારૂના જથ્થા સાથે મહિલા સહિત આરોપીઓ ઝડપાયા, મુદ્દામાલ કબજે



પીસીબી રેઇડમાં દારૂના જથ્થા સાથે આરોપીઓ ઝડપાયા
વડોદરા શહેરમાં પ્રોહિબીશન કાયદાના ભંગને રોકવા માટે પીસીબી પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર નરસિંહા કોમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રોહિબીશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત પીસીબી ટીમે અલગ અલગ વિસ્તારોમાં રેઇડ કરીને બે પ્રોહિબીશન કેસો પર્દાફાશ કર્યા છે.પ્રથમ રેઇડ દરમિયાન પાણીગેટ વિસ્તારના જૂના પોલીસ સ્ટેશન પાછળ શીતળા માતાની ગલીમાં રહેતી વિજેતા કહારને એક્ટિવા મોપેડમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી. 


આરોપી પાસેથી 58 બોટલ દારૂ અને મોપેડ મળી કુલ ₹65,420 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સાથે સુનિલ ઉર્ફે નાથાભાઈ નામના અન્ય ઇસમની પણ સંડોવણી સામે આવી છે.બીજા કેસમાં દશરથ ગામના ઇન્દીરાનગર સ્થિત નવદુર્ગા સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે કલ્લુ બારીયાને પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા ઝડપવામાં આવ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે રેઇડ કરતા 474 બોટલ ઇંગ્લિશ દારૂ, 170 ખાલી બોટલ અને એક મોબાઇલ ફોન મળી કુલ ₹87,302 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં અજય નામના અન્ય ઇસમની પણ સંડોવણી સામે આવી છે.બન્ને કેસોમાં સંબંધિત પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post