અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોમાં રાજદ્રોહ સહિતના થયેલા કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી પોસ્ટ ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે.
આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો મુખ્યમંત્રીએ પરત લેતા તેઓનો આભાર વ્યક્ત કર્યો છે.ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં.
જોકે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા નહતાં. જોકે, હવે 10 વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી એવો સંદેશ આપ્યો છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે.
Reporter: admin