શહેરના આજવા રોડ પર એકતાનગર ખાતે બે જૂથ વચ્ચેના ઝઘડા બાદ પોલીસની PCR વાન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક શખસોના હાથમાં તલવારો હતી.

આ મામલે બાપોદ પોલીસ રાયોટીંગ અને સરકારી પ્રોપર્ટીને નુકશાન હેઠળ 3 સગીર, 3 મહિલા સહિત કુલ 11 આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. બાળકોના ઝઘડામાં બે મુસ્લિમ પરિવારો વચ્ચે માથાકૂટ થઇ હતી. અને પોલીસ વેન ઉપર પથ્થર ફેંકી કાંચ તોડ્યા હતા.
Reporter: