News Portal...

Breaking News :

હોળીના રંગો અને સ્કીન પર થઈ રહેલ એ રંગોની આડઅસરથી બચવા માટેની ટિપ્સ

2025-03-13 18:11:52
હોળીના રંગો અને સ્કીન પર થઈ રહેલ એ રંગોની આડઅસરથી બચવા માટેની ટિપ્સ


રંગોનાં પર્વ કહેવાતા હોળી-ધુળેટીને લઈને લોકોના અનેરો ઉત્સાહ દેખાઈ છે. રંગરસિયાઓ હોળી-ધુળેટી ઉત્સવ ઊજવવા માટે ઉત્સુક છે. 


હાલ એવું ઘણા યુવાઓમાં જોવા મળે છે કે ધુળેટીની ઉજવણીનો કેમિકલયુક્ત રંગનો ઉપયોગ કરે છે પણ તેનાથી થતાં નુકસાનથી તેઓ અજાણ છે.આ તહેવાર માટે બજારમાં સિન્થેટિક રંગો ઉપલબ્ધ છે જે આપણી ત્વચા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વાસ્તવમાં આ રંગો હાનિકારક રસાયણોમાંથી તૈયાર કરવામાં આવે છે. નિષ્ણાતોના મતે હોળી દરમિયાન રંગોથી ત્વચાને થતા નુકસાનથી બચાવવા માટે આપણે કુદરતી રંગોનો ઉપયોગ કરવો જોઈએ. તમે ઘરે પણ હોળીના રંગો બનાવી શકો છો.


રંગોની હોળી રમવા માટે દરેક લોકો ખૂબ જ ઉત્સુક હોય છે પણ હોળી રમવાની આતુરતાની સાથે મનમાં એક ડર પણ રહે છે કે, કલરના કારણે સ્કિન કે વાળ ડેમેજ ન થઇ જાય. હોળી પર કેમિકલયુક્ત રંગોથી ચહેરો બગડી જાય છે. દરેક વ્યક્તિ પોતાની ત્વચાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે, આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો હોળી પર રંગો સાથે રમવા નથી માંગતા કારણ કે મોટા ભાગના હોળીના રંગો કેમિકલથી બનાવવામાં આવે છે. જેના કારણે ચામડી પર આડઅસર થવાની સંભાવના ઘણી વધારે હોય છે.હોળીમાં રંગોથી રમવું જોઈએ પણ સિન્થેટિક કલરના ઉપયોગથી બચવું જોઈએ. ધૂળેટી પર સિન્થેટિક કલરની જગ્યાએ હર્બલ કે અબીલ ગુલાલ કે કેસુડાંના રંગોથી રમવું જોઈએ. સિન્થેટિક કલરથી સ્કીનને ઘણું નુકસાન પંહોચાડે છે એ સાથે જ હાલ જે યુવાઓમાં ઓઇલ કલરથી રમવાનો ક્રેઝ જોવા મલે છે એ કલર પણ સ્કીન માટે ઘણો હાનિકારક છે એટલા માટે ગુલાલ કે કેસુડાંના રંગોથી જ ધૂળેટી રમવી જોઈએ

Reporter:

Related Post