News Portal...

Breaking News :

ચોમાસામાં પાણીનો ભરાવો રોકવા દબાણો દૂર કરવા સાથે કેટલાક આયોજનો

2025-03-13 18:33:01
ચોમાસામાં પાણીનો ભરાવો રોકવા દબાણો દૂર કરવા સાથે કેટલાક આયોજનો


ચોમાસાની ઋતુમાં પાણીનો ભરાવો થતા વોર્ડ 14 અને 16માં સમાવિષ્ટ વિસ્તારો અસરગ્રસ્ત બને છે. 


જેથી આ વિસ્તારોમાં સમસ્યાના નિરાકરણ માટે વિધાનસભા મુખ્ય દંડક અને રાવપુરા ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ તથા સ્થાનિક કાઉન્સિલરો એકત્ર થયા હતા. હાલ રૂપારેલ કાંસ સફાઈ અને રામનાથ -વાસ તળાવ ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. હવે જ્યાં પાણીનો ભરાવો થાય છે ત્યાં ગેરકાયદેસરના દબાણો દૂર કરાશે. સાથે જૂનો સીટી વિસ્તાર, નીચાણવાળા વિસ્તારોમા નવી વરસાદી કાંસ -ચેનલ બનાવાશે.

Reporter:

Related Post