News Portal...

Breaking News :

ઈવી સ્કૂટર મોકલવાનું કહીને મુંબઈના ઠગ દંપતીએ રૂ. 34.50 લાખ પડાવી લીધા

2025-03-13 19:03:37
ઈવી સ્કૂટર મોકલવાનું કહીને મુંબઈના ઠગ દંપતીએ રૂ. 34.50 લાખ પડાવી લીધા



વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર શ્રીરામ ગ્રીન મોટર્સના નામે ધંધો કરતા વેપારીને ઈવી સ્કૂટર મોકલવાનું કહીને મુંબઈના ઠગ દંપતીએ રૂપિયા 34.50 લાખ પડાવી લીધા હતા. વારંવાર કહેવા છતાં રૂપિયા રૂપિયા કે સ્કૂટર નહીં આપતા દંપતિ વિરુદ્ધ વેપારીએ ફરિયાદ નોંધાવી છે.



 વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર અભિલાષા ચાર રસ્તા પાસે આવેલી વિદ્યાવિહાર સોસાયટીમાં રહેતા અપુર્વ દિનેશભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે કે હું શ્રીરામ ગ્રીન મોટર્સ પાર્ટનરના નામ ધંધો છે. જેથી આ સાગર શ્રીધર જોષી તથા ઈન્ફીનીટી બીઝનેશ પાર્કના ભાગીદા૨ શ્રેયા સાગર જોષી (રહે.મુંબઈ ) એ ઈ.વી.સ્કૂટર મોકલેલ મોકલવાનું કહીને મારી પાસેથી કુલ રૂપીયા 29.50 લાખ તેમના ઑટો આઇકેર ઇનોવેશન પ્રા.લી.ના ખાતામાં અલગ અલગ આર.ટી.જી.એસ.ના માધ્યમથી ટ્રાન્સફર કરાવ આવ્યા હતા. .


મારી સાથે કરેલા કરાર મુજબ તેઓએ  કોઈ ઈ.વી.સ્કૂટર મોકલેલ નથી તથા શો રૂમ માટે નક્કી કરેલ ભાડાના કુલ રૂપીયા 5 લાખ મળી રૂપીયા રૂ.34.50 લાખ મને પરત નહીં આપી મારી સાથે છેતરપીંડી કરી છે. જેથી બાપોદ પોલીસે વેપારીની ફરિયાદના આધારે ઠગ દંપતી વિરુદ્ધ ગુનો નોધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

Reporter: admin

Related Post