'હાલોલ જીઆઇડીસીમાં સાથરોટા રોડ પર અનેક પ્લાસ્ટિક કંપનીઓ આવેલી છે જે પ્લાસ્ટિક કંપનીઓ પૈકીની એક પ્લાસ્ટિકના ઝબલા બનાવતી બંધ કંપનીમાં આજે ગુરુવારે સવારે 9:30 થી 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈક કારણોસર એકાએક આગ લાગવાની ઘટના બનતા દોડધામ સાથે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો

જેમાં પ્લાસ્ટિકના ઝભલા કેરી બેગ બનાવતી આ કંપનીમાં આગ લાગતા ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઇને પ્લાસ્ટિકના જથ્થામાં ભયાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉઠવા પામતા દૂર દૂરથી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોઈ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેને લઇને ઘટના સ્થળે લોક ટોળા એકઠા થયા હતા જ્યારે નજીક આવેલી અન્ય પ્લાસ્ટિક સહિતની ચીજ વસ્તુઓ બનાવતી કંપનીઓમાં પણ ભીષણ આગને પગલે ભારે ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જેમાં બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર અને રેસ્ક્યું ટીમને કરવામાં આવી હતી

જેમાં બનાવની જાણ થતા હાલોલ નગર પાલિકાની ફાયર અને રેસ્ક્યુ ટીમના જયેશ કોટવાળ,વાય.કે.પટેલ અને ઉપેન્દ્રભાઈ સહિતની ટીમના કર્મચારીઓ તાબડતોડ અગ્નિસમન વાહન સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કંપનીમાં લાગેલી ભીષણ આગને ઓલાવવાની કોશિષમાં જોતરાયા હતા જેમાં ફાયર અને રેસ્ક્યુ ટીમની કલાકોની જહેમતભરી કામગીરી બાદ બપોરે 1:30 થી 2:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આગ સંપૂર્ણપણે કાબુમાં આવી હતી જેમાં કંપનીમાં લાગેલી ભીષણ આગ કાબુમાં આવતા આસપાસની કંપનીઓમાં કામ કરતા અને રહેતા લોકો સહિતના લોકો તેમજ આ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો જોકે તે દરમિયાન કંપનીમાં ઉત્પાદિત કરાયેલ પ્લાસ્ટિકના ઝભલાનો સહિતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો જેને લઈને કંપનીના માલિકને ભારે નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળવા પામેલ છે જોકે આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી.






Reporter: admin