News Portal...

Breaking News :

મહિલાની સોનાની પેન્ડલવાળી એક તોલા વજનની ચેન તોડી

2025-03-13 19:10:30
મહિલાની સોનાની પેન્ડલવાળી એક તોલા વજનની ચેન તોડી




વડોદરા:  આજવા રોડ પર જય યોગેશ્વર ટાઉનશિપમાં રહેતા 72 વર્ષના ચંદ્રકાંતિબેન ભોલાપ્રસાદ સિંહ ગઈ કાલે સવારે પતિ સાથે મોર્નિંગ કરવા નીકળ્યા હતા. વોકિંગ કરીને તેઓ પરત ઘરે આવતા હતા ત્યારે પંડિત દિન દયાળ હોય ચાર રસ્તાથી આજવા ચેક પોસ્ટ તરફ જવાના રસ્તા પર એક નંબર પ્લેટ વગરની બાઈક પર બે આરોપીઓ આવ્યા હતા.



બાઈક ચાલકે ભૂરા કલરનો શર્ટ પહેર્યો હતો. આરોપીઓએ ચંદ્રકાન્તિબેનના ગળામાંથી સોનાની પેન્ડલવાળી એક તોલા વજનની ચેન તોડી લીધી હતી અને આજવા ચેક પોસ્ટથી ભરવાડવાસ તરફ ભાગી ગયા હતા. તેમના પતિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ દોડી આવી હતી. પરંતુ આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો.


...

Reporter: admin

Related Post