સુમાત્રા: ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પરની જેલમાં કેદીઓએ ભારે બબાલ કર્યા બાદ આગ ચાપી દીધી છે, જેના કારણે જેલમાંથી 100થી વધુ કેદીઓ ફરાર થઈ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ, કેદીઓ વચ્ચે જેલમાં ભયાનક ઝઘડો થયો હતો, ત્યારબાદ તેઓએ ત્યાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન કેદીઓ ફરાર થઈ ગયા છે.
સ્થાનિક મીડિયામાં જેલમાં થયેલો ઝઘડો અને ફરાર કેદીઓના વીડિયો ફુટેજ પણ વાયરલ થયા છે. વીડિયોમાં ભીષણ આગ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયામાં જેલોની અત્યંત ખરાબ૧ હાલત છે અને ત્યાં કેદીઓ ફરાર થવાની ઘટના સામાન્ય બની ગઈ છે.
પોલીસે દાવો કર્યો છે કે, ‘અમને જેલમાં હોબાળો થયો હોવાની તેમજ કેદીઓ ફરાર થવાની માહિતી મળ્યા બાદ અમારી ટીમે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે ફરાર થવાની થોડી જ મિનિટોમાં 115 કેદીઓને પકડી પાડ્યા છે. રિઆઉ પ્રાંતના પોલીસ વડા વિડોડા ઇકોએ કહ્યું કે, જેલમાં 650થી વધુ કેદીઓ છે. હજુ અનેક કેદીઓ ફરાર હોવાની આશંકા છે.
Reporter: admin