વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પાછલી વેરાની બાકી રકમ પૂરેપૂરી ભરવામાં આવે તો પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના 31 માર્ચે પૂર્ણ થઈ રહી છે. 80 ટકા વ્યાજ માફીની યોજનાનો લાભ લઈને પાછલો બાકી રહેલો વેરો ભરી દેવા કોર્પોરેશન દ્વારા બાકીદારોને અપીલ કરી છે. કરદાતાઓને રહેણાંક અને બીન રહેણાંક મિલકતોમા 80% વ્યાજ માફી ઉપરાંત વોરંટ ફી, નોટિસ ફી અને પેનલ્ટીમાં 100 ટકા રીબેટ આપવામાં આવે છે. આ યોજના તારીખ 20 જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવી છે.
વ્યાજ માફી યોજના દરમ્યાન અત્યાર સુધીમાં 33250 કરદાતાઓએ અગાઉનો બાકી વેરો ભરેલ છે. જે પૈકી 8.65 કરોડ વ્યાજમાફી લાભ મેળવેલ છે. ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા 3 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી વ્યાજ માફી યોજના અમલમાં મૂકી હતી. જેમાં 28,371 બિલ ભરાયા હતા અને તેની સામે 7.47 કરોડ વ્યાજ માફીનો લાભ આપ્યો હતો.
...
Reporter: admin