વડોદરા : છાણી વિસ્તારમાં ગઈ રાતે એક કારમાં અચાનક જ આગ લાગી હતી જેમાં કાર ચાલકનો બચાવ થયો હતો. બનાવને પગલે લોકોના ટોળા જામ્યા હતા.
ઉનાળા દરમિયાન વાહનોમાં આગના બનાવો અવારનવાર બનતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે છાણીના રામા કાકા ડેરી પાસે એક કારમાંથી ધુમાડા નીકળતા તેના ચાલક બહાર નીકળી ગયો હતા અને ફાયરના સિલિન્ડરથી આગ બુઝાવી હતી.
પરંતુ થોડીવાર બાદ ફરીથી ધુમાડા સાથે આગ લાગતા આખી કાર આગમાં લપેટાઈ હતી. ચાલક બહાર હોવાથી તેમનો બચાવ થયો હતો. બનાવના પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડ દોડી આવ્યા હતા. વાહન ચાલકોને પણ થોડીવાર માટે તકલીફ પડી હતી. અડધો કલાકની જહેમત બાદ આ કાબુમાં લીધી હતી.
Reporter: admin