સમગ્ર ગુજરાતમાં અને દેશમાં બે દિવસ હોળી ધુળેટીના તહેવારમાં લોકો ધામધૂમથી એકબીજાને રંગ લગાવી તેમજ હોલિકા દહન કરીને તહેવારની ઉજવણી કરશે ત્યારે સાવલીમાં અધિક કલેકટરની કચેરી અને મેજિસ્ટ્રેટ દ્વારા અને સાવલી પોલીસ દ્વારા જાહેરનામું જાહેર જનતા માટે બહાર પાડવામાં આવ્યું

જેના અનુસંધાનમાં જાહેર રસ્તા ઉપર આવતા જતા દ્વિ ચક્કી વાહનો તેમ જ તમામ પ્રકારના રાહદારીઓ વાહન લઈને પસાર થતા હોય ત્યારે તેમની ઉપર કોઈપણ જાતનો રંગ ગુલાલ કલર કે રસાયણ નાખવું તે ગુનો બને છે આમ કરનારને ગુનેગાર ઠેરવી જે તે વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને આવતીકાલે ધૂળેટીનો તહેવાર હોય તો મોટી સંખ્યામાં લોકો રંગોત્સવ ઉજવી નદીમાં નાહવા જતા હોય છે જેથી દર વર્ષે કેટલાક લોકોનો તણાઈ જતા મોત થવાના બનાવો પણ પ્રકાશિત થવા પામ્યા છે

જેને લઇને સ્થાનિક પ્રશાસન દ્વારા સાવલીમાં આવેલ નદી કિનારાના ગામો લાછનપુરા ભાદરવા કનોડા પોઇચા ગળતેશ્વર વગેરે ગામોમાં પસાર થઈને નદીએ જતા તમામ રસ્તા ઉપર સ્થાનિક પોલીસ દ્વારા બેરીકેટ મૂકવામાં આવ્યા છે અને નદીમાં નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ બે દિવસ સતત બાજ નજર રાખશે

Reporter: admin