વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની સંદતર નિષ્ફળ કામગિરીના ઘણા પૂરાવા છે. લોકોમાં ટ્રાફિકનું નિયમ કરાવવા નિકળેલી વડોદરા શહેરની ટ્રાફિક શાખાની તમારે મીઠી નજર જોવી હોય તો તમે એક વાર કારેલીબાગ અમિત નગર સર્કલ અચૂક જજો. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જાણ કર્યા વગર સવારે અને સાંજના સમયે ખાનગી વાહન લઇને અમિત નગર સર્કલ જશે તો તેમને પણ પોતાના વિભાગની પોલંમપોલ સગી આંખે નિહાળવા મળી શકશે. ટ્રાફિક પોલીસની રહેમમજર હેઠળ ચાલતા ખાનગી વાહનોના ગોરખધંધાઓના કારણે સામાન્ય લોકોને કેવી તકલીફ પડે છે તેનો અંદાજ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવી જશે. અમિત નગર સર્કલ પાસે ટ્રાફિક પોલીસના જે ગોરખધંધા ચાલે છે તે જોઇને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓનું માથુ પણ શરમથી ઝુકી જશે.

આ ઉપરાંત સામાન્ય દુકાનદારો અને પથારા વાળા કે લાગી ગલ્લાવાળાના દબાણો હટાવતી પોલીસનું જ દબાણ તમારે જોવું હોય તો માંડવી પહોંચી જજો. ત્યાં પાણીગેટ તરફનો રસ્તો જ પોલીસે રીતસર પચાવી પાડીને બેરીકેડ મુકી દીધા છે જેથી રસ્તો સાંકડો બની ગયો છે. અમિત નગર સર્કલ પાસે તો ખાનગી વાહનોનો રાફડો ફાટેલો જોવા મળે છે. દરેક સમજી શકે છે કે ખાનગી વાહનો કોની મહેરબાનીથી અહીં ઉભા રહે છે. થોડા વર્ષો પહેલાં આ જ સ્થળે એક સ્કૂલના વિદ્યાર્થીનું સવારના સમયે અકસ્માત બાદ મોત થયું હતું અને ત્યાર પછી ભારે હોબાળો થતાં એસટી વિભાગે પણ અહીં પોતાનું સ્ટોપેજ રદ કરીને સમા તળાવ પાસે ખસેડ્યું હતું અને અહીં કોઇ પણ ખાનગી વાહનોને ઉભા રહેવા પર પોલીસે જ પ્રતિબંધ ફમાવ્યો હતો પણ ત્યાર પછી પોલીસ અને ટ્રાફિક પોલીસના આશિર્વાદના કારણે અમિત નગર સર્કલ અત્યારે ખાનગી વાહનોનો અડ્ડો બની ગયું છે. અમદાવાદ તરફ જતા તમામ ખાનગી વાહનો અહીં બિન્ધાસ્ત ઉભા રહે છે. ત્યાં તમને ટ્રાફિક પોલીસનો એક પણ માસ જોવા મળશે નહી. ખાનગી ઇકો ચાલકો કોઇની પણ શેહશરમ રાખ્યા વિના અહીંથી ગેરકાયદેસર ગાડીઓ ભરે છે અને તેનાથી સરકારી એસટી બસને જ રોજનું લાખોનિં નુકશાન થાય છે. ટ્રાફિક પોલીસના જવાનોની હપ્તાખોરીના કારણે અહીં ખાનગી વાહનોનો ખડકલો જોવા મળે છે. ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સમાં તો અમિત નગર સર્કલે રીતસર ટ્રાફિકજામના દ્રષ્યો સર્જાય છે અને તે ટ્રાફિક પોલીસના પાપે જ છે. લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા નિકળતી ટ્રાફિક પોલીસ અણિત નગર સર્કલ પાસે આવીને આંખ આડા કાન કરી લે છે કારણ કે અહીંથી ભરણ મળે છે. અમિત નગર સર્કલથી સમા તરફ થોડા આગળ જશો તો ક્રિષ્નાવેલી કોમ્પ્લેક્ષ પાસે જ પીક એવર્સમાં લકઝ્રી બસોનો રાફડો ફાટેલો જોવા મળે છે. નિયમો મુજબ દિવસના સમયે ભારદ્વારી વાહનોનો શહેરમાં પ્રવેશ નિષેધ હોય છે પણ ખુદ ટ્રાફિક પોલીસ જ અહીં લકઝરી બસનોને ઉભા રહેવાની ખાનગીમાં મંજૂરી આપી દે તો પછી કહેવાનું શું, લકઝરી બસના સંચાલકો અને ટ્રાફિક પોલીસનું મોટુ સેટીંગ છે અને તે રીતે ખાનગી ઇકો ચાલકો અને ટ્રાફિક પોલીસનું સેટીંગ છે અને બધા સેટીંગમાં પોતાનો કારોબાર ચલાવ્યે રાખે છે પણ સામાન્ય વડોદરાવાસીઓને પડતી તકલીફ કોઇને દેખાતી નથી. શહેર પોલીસ કમિશનર અને ટ્રાફિક ડીસીપીએ ટ્રાફિક પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા આ હપ્તાખોરી બંધ કરાવવા જોઇએ નહીંતર ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને જે ટ્રાફિક નિયમનનું પાલન કરવાનું જ્ઞાન આપવામાં આવે છે તે જ્ઞાનની સામાન્ય વડોદરાવાસીઓ પર કોઇ અસર નહી થાય અને પોલીસ પરથી પ્રજાનો વિશ્વાસ ઉઠી જશે. માંડવી પાસે પોલીસનું જ દબાણ પાલિકાને દેખાય છે ખરુ ?શહેરનો માંડવી વિસ્તાર આમ પણ આખો દિવસ અને રાત સુધી ટ્રાફિકથી ધમધમતો રહે છે. પણ જ્યારે રસ્તા સાંકડા હોય અને છતાં પોલીસ પણ લોકોની પરવા કર્યા વગર અને પાલિકાને પણ અંધારામાં રાખીને જ્યારે દબાણ કરે ત્યારે ફરિયાદ કોને કરવી. માંડવી ચાર રસ્તા પાસે પાણીગેટ તરફ જતા રોડ પર ખુણામાં પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા માટે કેબિનો બનાવીને મુકી દીધી છે અને આ કેબિનો પાસે કોઇ વાહન પાર્ક ના કરે કે કોઇ અંદર ઘુસી ના જાય એટલે પોલીસે બેરિકેડ ગોઠવી દીધા છે. પોલીસે આ બેરિકેડ ગોઠવીને અડધો રસ્તો પચાવી લીધો છે અને બાકીનો રસ્તો રિક્ષાવાળાઓ પચાવી લે છે. પોલીસનો પણ ડર રાખ્યા વગર રિક્ષાવાળા અહીં રિક્ષાઓ ઉભી રાખીને રિક્ષામાં ઠાંસી ઠાંસીને પેસેંજરો ભરે છે અને પોલીસ કર્મચારી ત્યાં હાજર હોવા છતાં કોઇ કાર્યવાહી કરતો નથી તેવા દ્રષ્યો પણ તમને રોજ જોવા મળી શકે છે. પોલીસે રીતસરનું આ દબાણ કર્યું છે ત્યારે તે ક્યા મોઢે સામાન્ય દુકાનદારો અને લારીગલ્લા કે પથારાવાળાઓનું દબાણ હટાવવા નિકળે છે તે સમજાતું નથી. કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે પોલીસ દબાણ કરે તે બિલકુલ યોગ્ય નથી. પોલીસે તત્કાળ આ બેરિકેડ હટાવી અહી ઉભા રહેતા રિક્ષાવાળાઓને પણ હટાવવા જોઇએ અને તો જ આ રસ્તો પહોળો થશે અને વાહનચાલકોને ખુલ્લો રસ્તો મળી શકશે. પાલિકા પણ દબાણો હટાવવા જ્યારે ચાર દરવાજા વિસ્તારમાં નિકળે છે ત્યારે તેને પણ પોલીસે કરેલું આ દબાણ દેખાતું નથી. અહીંથી સરકારી બસને પણ જવાનો રસ્તો મળતો નથી. આટલું પુરતું ના હોય તેમ પોલીસે છેલ્લા ઘણા વર્ષોથી માંડવીની નીચેનો હિસ્સો પણ રીતસર પચાવી પાડ્યો છે અને કન્ટ્રોલ રુમ બનાવી દીધો છે અને તેની પણ પાલિકા પાસે કોઇ મંજૂરી લેવાઇ છે કે કેમ તેની પરવા નથી.

પોલીસ બેરીકેડ મુકીને દબાણ કરે અને આ રીતે પાલિકાની મિલકત પચાવી લે તો ફરિયાદ કોને કરવી પોલીસે પાલિકા પાસે મંજૂરી લીધી છે કે પછી તેમાં પણ પોલમપોલ સામાન્ય રીતે શહેરમાં એક ઇંટ પણ મુકવી હોય તો પાલિકાની બાંધકામ શાખાની મંજૂરી લેવી પડે છે ત્યારે પોલીસે માંડવી પાસે જે કેબિનો મુકી દીધી છે અને ગેરકાયદેસર દબાણ કરેલું છે તેની પરમીશન લીધી છે કે પછી તેમાં પણ પોલંમપોલ છે તેવો પ્રશ્ન શહેરીજનો કરી રહ્યા છે. સયાજીગંજ વિસ્તારમાં જે ટ્રાફિક એસીપી ઓફિસ છૅ તે પાલિકામાંથી માહિતી મળી કે આ જગ્યા કલેક્ટર હસ્તકની છે પણ શહેરમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ કરવું હોય કે કેબિન મુકવી હોય તો શહેરમાં પાલિકાની બાંધકામ શાખા અને જિ,લ્લામાં વુડા ઓફિસમાં જઇને મંજૂરી લેવાની હોય છે. સીજીડીસીઆરના નિયમોનું પાલન કરવું એ પાલિકાની ફરજ છે. બીજી તરફ ટ્રાફિક પોલીસ શહેરમાં વાહનો ટોઇંગ કરીને લાવીને જે જગ્યાએ મુકે છે તે જગ્યાઓ પણ કચરા જેવી કરી નાખી છે. આ જગ્યા ભલે કલેક્ટર હસ્તકની હોય પણ તેનો ઉપયોગ કરવા કે બાંધકામ કરવા માટે પાલિકાની મંજૂરી લેવી જરુરી છે. પોલીસ આ રીતે જ્યારે દબાણ કરે ત્યારે પાલિકાએ પણ પોતાની સત્તાનો ઉપયોગ કરીને દબાણ હટાવવું જોઇએ. અમિત નગર સર્કલ પર હપ્તાખોરીનું મોટુ રેકેટ અમિત નગર સર્કલ પર આખો દિવસ અને અઠવાડીયાના સાતેય દિવસ ખાનગી વાહનોનો ખડકલો જોવા મળે છે અને તેનું કારણ છે હપ્તાખોરીનું મોટુ રેકેટ. કેટલાક બની બેઠેલા વહિવટદારોની મદદથી ટ્રાફિક પોલીસ હપ્તા વસુલે છે તેવું સ્પષ્ટ જોવા મળે છે. અમિતનગર સર્કલ પર અંદાજે અઢીસોથી ત્રણસો ગાડીઓ પોલીસ કર્મચારીઓ દ્વારા હપ્તા ઉઘરાવે છે. આ તમામ ખાનગી વાહનો અલગ અલગ રુટના હોય છે લકઝરીબસો પણ બિન્ધાસ્ત ઉભી રહે છે. ઉપરાંત શહેરમાં નો એન્ટ્રીના પણ પૈસા ઉઘરાવાય છે. પોલીસ પૈસા પણ લે છે અને કામગિરી બતાવવા વાહનો જપ્ત પણ કરે છે. એક અંદાજ મુજબ અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્ર તરફ જતી ગાડીની નો એન્ટ્રીમાં પ્રવેશ કરવા માટે 3 થી 5 હજાર રુપિયા ઉઘરાવામાં આવે છે. ટ્રાફિક પોલીસના કર્મચારીઓ એસીપીના નામે ચરી ખાય છે. એસીપીને કદાચ ખબર પણ નહી હોય કે તેમના માણસો કેવો ધંધો કરે છે. અને શહેરમાં પૂર્વ અને પશ્ચિમ એક બે એસીપી છે ત્યારે બંને એસીપીના નામે બધો વહિવટ કરી દેવાય છે. આ વહિવટદારો જ બધુ સેટીંગ કરે છે. ટ્રાફિક પોલીસના જ એક પીએસઆઇ બારીયા કે હવે મારે નોકરીને 1 વર્ષ જ બાકી છે અને મારે બંગલો બનાવવો છે. .બંગલો બનાવવા માટે પીએસઆઇ બારીયા આ બધો ખેલ કરી રહ્યા હોય તેવું તેમની વાતો પરથી લાગી રહ્યું છે. બીજી તરફ પોલીસે ખાનગી વાહનો અને લકઝરીબસવાળાઓ પાસેથી હપ્તા વસુલવા માટે વહિવટદારો પણ ગોઠવેલા છે. આ વહિવટદારો પોલીસને દર મહિને મસ્ત મજાનો તગડો હપ્તો પહોંચાડે છે. જેમાં શહેર ના અલગ અલગ જગ્યા ના વહીવટદારો છૅ.કારેલીબાગમાં ચૌધરી, પંડ્યા બ્રિજ પર ઘનશ્યામ અને અમિતનગરમાં કૃણાલ નામના શખ્સો વહિવટ કરે છે અને પોતે પણ કમાય છે અને પોલીસનું ખીસ્સુ પણ ભરે છે. આ વહિવટદારોનો વટ પણ જોવા જેવો હોય છે. જાણે તે જ પોલીસ કર્મી હોય તેવો રોફ તેઓ જમાવે છે. બીજી તરફ શ્યામ ટ્રાવેલના શેખાવત નામના એક મહાનુભાવ પણ છે જે એવો દમ મારે છે કે શહેરના બધા ધારાસભ્યો મારા ખાસ છે. આ મહાનુભાવ ધારાસભ્યોના નામ પર ચરી ખાય છે અને પૈસા ઉઘરાવે છે. આ બધા નમુનાઓ ટ્રાફિક પોલીસ માટે કામ કરે છે અને તેમનું અને પોલીસનું પેટ ભરે છે. શહેર પોલીસ કમિશનર સાહેબ, ટ્રાફિક પોલીસ પર નજર રાખજો નહીંતર તમારુ નામ બગાડશે શહેરમાં ટ્રાફિક પોલીસના જે હપ્તાખોરી ચાલે છે તેનાથી વડોદરાવાસીઓ પરેશાન છે. લાયસન્સ કે પીયુસી કે હેલ્મેટ કે ત્રણ સવારીના નામે તો ટ્રાફિક પોલીસ કમાય છે તેમાં કોઇ બેમત નથી પણ અમિતનગર સર્કલ પાસે જે કાંડ કરે છે તેનાથી ભવિષ્યમાં મોટો અકસ્માત પણ સર્જાય તેવી ભીતિ છે. આ ઉપરાંત અહીં જે ટ્રાફિક જામ થાય છે તેનાથી પણ સામાન્ય વાહનચાલક પરેશાન છે. જો કોઇ અકસ્માત થશે તો ખાનગી વાહનોવાળા તો જામીન ઉપર છુટી જશે પણ શહેર પોલીસ કમિશનર સાહેબ..તમારું નામ બગડશે કારણ કે તમે સ્વચ્છ છબી ધરાવો છો અને કાયદાનું ચુસ્તપણે પાલન પણ કરાવો છો. શહેરનું સદભાગ્ય છે કે તમારા જેવા પોલીસ કમિશનર મળ્યા છે પણ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તમારું નામ બોળશે. કંઇ નહીં તો આટલું તો કરો શહેરમાં ટ્રાફિકનું સરળતાથી નિયમન થાય અને અમિત નગર જેવા મોટા જંકશન પર ટ્રાફિકનો અવરોધ ના થાય તે માટે શહેરની તમામ રીક્ષાઓ પર મીટર ચાલુ કરાવવા જોઇએ. ઉપરાંત શહેરમાં લકઝરી બસો, ટ્રકો, ડમ્પરો, જેસીબી સહિતના મોટા ભારદારી વાહનો બિન્ધાસ્ત રીતે પ્રવેશ કરે છે તેને બંધ કરાવવા જોઇએ . આ ઉપરાંત શહેરીજનોને પણ વિનંતી છે કે શહેરના કોઇ પણ વિસ્તારમાં રસ્તા પર ભારદારી કોમર્શિયલ વાહનો પડેલા હોય અને અડચણરુપ હોય તો અમને ગાડીનો નંબર અને ફોટા મોકલો તો અમે ટ્રાફિક પોલીસને જાણ કરીશું. જાગૃત નાગરીકો પોલીસ કન્ટ્રોલરુમમાં પણ જાણ કરી શકે છે.




Reporter: admin