News Portal...

Breaking News :

વસ્ત્રાલમાં ધૂળેટી પૂર્વે અસામાજિક તત્વોનો આતંક

2025-03-14 10:25:26
વસ્ત્રાલમાં ધૂળેટી પૂર્વે અસામાજિક તત્વોનો આતંક


વસ્ત્રાલમાં ધૂળેટી પૂર્વે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના સામે આવી છે. શાશ્વત મહાદેવ 2 સોસાયટીમાં 15-16 લોકોના ટોળાએ તોડફોડ ચલાવી, સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જી દીધો છે.





હવે અમે વસ્ત્રાલની શાશ્વત મહાદેવ 2 સોસાયટીમાં રહીએ છીએ, જ્યાં રાત્રે 15 થી 16 વ્યક્તિઓના ટોળાએ બેફામ તોડફોડ મચાવી. લોખંડી રોડ, લાકડીઓ અને પથ્થરો વડે ગાડીઓ તોડવામાં આવી. સ્થાનિક રહેવાસીઓ ભયભીત છે અને સુરક્ષાની માંગ કરી રહ્યા છે.






સ્થાનિક રહેવાસી: " આમ રાત્રે રખડતાં તત્વો ભેગા થાય અને તોડફોડ કરે, તો અમે ક્યાં જઈએ? પોલીસ પેટ્રોલિંગની વાતો ખોટી સાબિત થઈ રહી છે."સ્થાનિક લોકો પોલીસથી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ પોલીસ પેટ્રોલિંગના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યાં છે. સવાલ એ છે કે આખરે આવા અસામાજિક તત્વો પર ક્યારે કાબૂ મળશે?હવે જોવું એ રહ્યું કે આ ઘટનાની સામે પોલીસ શું પગલાં ભરે છે અને શાંત ધૂળેટી માટે કેવી વ્યવસ્થા ગોઠવાય છે. અમારી ટીમ આ મુદ્દા પર નજર રાખશે.

Reporter: admin

Related Post