News Portal...

Breaking News :

વડોદરામાં એક હિટ એન્ડ રનની ઘટના બાદ નશાની હાલતમાં ચૂર ખાનદાની નબીરો ભયંકર બુમો પાડવા લાગ્યો

2025-03-14 10:12:27
વડોદરામાં એક હિટ એન્ડ રનની ઘટના બાદ નશાની હાલતમાં ચૂર ખાનદાની નબીરો ભયંકર બુમો પાડવા લાગ્યો


વડોદરા : વડોદરામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક આ  ઘટના બની હતી. જ્યાં પોતાના મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા



મોડી રાત્રે કારેલીબાગ સ્થિત આમ્રપાલી સ્થિત એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ભયંકર અકસ્માતમાં ત્રણથી ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી છે.મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં એક નાની બાળકી પણ ગંભીર ઇજા પામી છે. અકસ્માત સર્જાતા રસ્તા પર મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતને અંજામ આપ્યા બાદ પણ યુવક એટલો નશામાં ચુર હતો કે, એ ભાન ભૂલી બુમો પાડવા લાગ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. અકસ્માત સર્જ્યા બાદ નબીરા સાથે જતો મિત્ર તાત્કાલિક કારમાંથી ઉતરતો નાસી જતો દેખાય છે અને તે કહી રહ્યો છે કે મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઇ જાય છે. 


જોકે જેણે અકસ્માત સર્જ્યો હતો તે નબીરો લોકોથી ડર્યા વિના કારમાંથી નીચે ઉતરે છે અને પછી ૐ નમ:શિવાયનો સૂત્રોચ્ચાર કરવા લાગે છે. તે કારમાંથી ઉતરતાં જ 'નિકિતા મેરી... અંકલ.... ઓમ નમઃ શિવાય....જેવી બૂમો પાડવા લાગ્યો હતો. વિડિઓ જોતા સમજી શકાય છે કે, આ ખાનદાની નબીરો કેટલા નશામાં હશે અને કયો નશો કર્યો હશે તે હવે પોલીસ તપાસનો વિષ્ય બન્યો છે.વડોદરાના કારેલીબાગ સ્થિત મુક્તાનન્દ સર્કલ પાસે આજે અંદાજે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ફૂલ ઝડપે આવતી વોકસવેગણ કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા મોપેડ ચાલકે અડફેટે લેતા અંદાજીત 50 મીટર સુધી ઢસડી હતી. જેમાં એક બાળકી સહિત ચારથી પાંચ લોકો આ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત સર્જાતા ધડાકાભેર અવાજ આવતા આસપાસમાં રહેતા લોકો અને રાહદારીઓ ચોકી ઉઠ્યા હતાં.જ્યારે અકસ્માત સર્જનાર નબીરાની કારની એરબેગ પણ ખુલી ગઈ હતી અને બોનેટનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. અકસ્માતને અંજામ આપી આ નબીરો કારમાંથી બહાર નીકળી બુમો પાડવા લાગ્યો 'ઓમ નમઃ શિવાય...' બોલી રસ્તા પર બુમો પાડી રહ્યો હતો. જોકે અકસ્માત એટલો ગંભીર હતો કે, રાહદારીઓ અકસ્માત સર્જનાર નબીરનો પકડી પોલીસને હવાલો કર્યો હતો.આ અકસ્માતમાં કેટલાકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલો સાંપડ્યા છે . જોકે આ બનાવ ટ્રાફિક પોલીસ ની કામગીરી ઉપર પણ શંકા ઊભી કરે છે . બેફામ પણે ગાડી હંકારી રોડ પોતાના બાપની જાગીર હોય એ રીતે સમયાંતરે નિર્દોષ લોકો કયા સુધી ભોગ બનતા રહેશે એવો પણ સવાલ નગરજનો પૂછી રહ્યા છે. અકસ્માત સર્જાયા બાદ ગાડી ચાલક નશામાં એટલો ચૂર હોવાનું દેખાય છે . જે અકસ્માત સર્જાયા બાદ લવારે ચઢી ગયો હતો.RTO માં કારના માલિક DEON TECHNOLOGY PVT LTD - પ્રશાંત બહેતી, વિક્રમ જૈન, જિગ્નેશ દોશી  નોંધાયેલા છે.શું થશે હવે? પોલીસ અને સરકાર કેવાં પગલાં લેશે?કારેલીબાગ અમ્રપાલી કોમ્પલેક્ષ પાસે અકસ્માત સર્જનાર આરોપી રક્ષિત ચોરસિયાને મેડિકલ ચેકઅપ માટે ૧કારેલીબાગ પોલીસ મથકથી સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો.

Reporter: admin

Related Post