વડોદરા : પારુલ યુનિવર્સિટીના બહારથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા આજવા મેઇન રોડ ખાતે આવેલ શર્મા રિયલ એસ્ટેટ ઓફિસમાં દિન દહાડે લોક તોડીને ટીવી અને પ્રિન્ટર ઉપરાંત 50,000 રોકડ રકમની ચોરી કરી અને ભાગી ગયા હતા.
ઓફિસના સ્ટાફ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને પણ ધક્કો માર્યો અને જોરથી ગાળો બોલી અને ટોટલ ચાર જણા દ્વારા ગેમ કરવામાં આવ્યો હતો. જેમાં બે છોકરીઓએ ઓફિસમાંથી સામાન ચોર્યો અને એક activa સવાર આફ્રિકન છોકરા દ્વારા એક છોકરીને activa પર બેસાડીને સામાન મુક્યો ટીવી પ્રિન્ટર અને કેસ રોકડ રકમ ત્યારબાદ અન્ય છોકરી અને તેના સાથે બીજા છોકરા દ્વારા શર્મા રીયલ એસ્ટેટ નો છોકરો એ તેઓનો પીછો કરી રહ્યો હતો.
તેને મારવા દોડ્યા તે છોકરા દ્વારા પોતાનો જીવ બચાવી, ઓફિસ ફરી સંપર્ક કર્યો તે દરમિયાન રાહુલ શર્મા દ્વારા પોલીસને કોલ કરી દેવામાં આવ્યો હતો. ગણતરીના સમયમાં પોલીસ તંત્ર દોડતું થયું અને આ વિદ્યાર્થીઓને પકડવાના સૂત્રો ગતિમાન કર્યા તથા વધુમાં પારુલ યુનિવર્સિટીના અધિકારીઓમાં મનોજ કેરી તથા તેઓના સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ જે લોકોએ ચોરી કરી છે ઓફિસમાંથી તેઓના બચાવમાં પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.
Reporter: admin