કુવૈત: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુવૈતના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત કર્યા છે.
આ કોઈ દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ આ 20મું આંતર રાષ્ટ્રીય સન્માન છે. 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે. આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે.
આ અગાઉ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને એનાયત કરાઈ ચૂક્યો છે.શનિવારે બે દિવસીય યાત્રા પર કુવૈત પહોંચેલા વડાપ્રધાન મોદી 43 વર્ષમાં ખાડી દેશના પ્રવાસે જનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. કુવૈતના પ્રવાસ કરનારા અંતિમ ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા જેમણે 1981માં કુવૈત પ્રવાસ કર્યો હતો.
Reporter: admin







