હરિકોટા : ઇસરો ટૂંક સમયમાં નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. જેમાં ઈસરોએ શનિવારે સ્પેસ ડોકિંગ પ્રયોગ (SPADEX) ઉપગ્રહોની પ્રથમ ઝલક રજૂ કરી છે.
તેને આંધ્રપ્રદેશના હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં પ્રથમ લોન્ચ પેડ પર મૂકવામાં આવ્યું છે. ઇસરો અનુસાર, સ્પેસ ડોકીંગ પ્રયોગનો ઉદ્દેશ અવકાશમાં અવકાશયાન (PSLV-C60)ના ડોકીંગ અને અનડોકિંગ માટે જરૂરી ટેકનોલોજી વિકસાવવાનો છે.ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ જાણકારી આપી હતી. આ પ્રક્ષેપણ વાહનને એકીકૃત કરવામાં આવ્યું છે અને હવે તેને ઉપગ્રહોના સ્થાપન અને પ્રક્ષેપણની તૈયારીઓ માટે પ્રથમ ‘લોન્ચિંગ પેડ’ પર ખસેડવામાં આવ્યું છે.
SPADEX’ મિશન PSLV દ્વારા લોન્ચ કરાયેલા બે નાના અવકાશયાનનો ઉપયોગ કરીને ‘સ્પેસમાં ડોકીંગ’ કરવાની ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે. જેમાં મળતી માહિતી મુજબ આ મહિનાના અંતમાં તેને PSLV-C60 દ્વારા લોન્ચ કરવામાં આવનાર છે. ISROના અધ્યક્ષ એસ સોમનાથે અગાઉ કહ્યું હતું કે PSLV-C60 મિશન ‘સ્પેસ ડોકિંગ’ પ્રયોગ કરશે. જેને ‘Spadex’ નામ આપવામાં આવ્યું છે. જે સંભવિત રીતે ડિસેમ્બરમાં જ પૂર્ણ થઈ શકે છે.
Reporter: admin