પનીર કટલેસ બનાવવા માટેની સામગ્રીમાં 250 ગ્રામ પનીર, 300 ગ્રામ બટાકા, 2 નંગ ડુંગળી, 100 ગ્રામ કોબીજ, 5 વાટેલા લીલા મરચા, 50 ગ્રામ કોથમીર, 1 લીબું, 1 ચમચી ગરમ મસાલો, 200 ગ્રામ ટોસ્ટનો ભૂકો, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
પનીરને છીણી લેવું, બટાકા બાફી માવો કરવો. ડુંગળી જીણી સમારી લેવી. કોબીજ જીણી સમારવી અને બધો મસાલો ઉમેરી, ભેળવી કટલેસ આકાર આપી ટોસ્ટના ભુકા માં બોળી તેલમાં ગરમ કરી લેવી. આ કટલેસ ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin