વર્તમાન ભોગવિલાસના યુગમાં મુંબઈ ખાતે રહેતા ધનાઢ્ય નવયુવાનો તથા નવયુવતીઓ આગામી ૭ મી ફેબ્રુઆરી એ દિક્ષા ગ્રહણ કરશે જેઓનો વર્ષીદાનનો વરઘોડો આજે વડોદરાના રાજમાર્ગો ઉપર નિકળ્યો હતો.
અલકાપુરી સંઘના અગ્રણી ધર્મેશ શાહે જણાવ્યું હતું કે આજે ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસુરી મહારાજની નિશ્રામાં શાંતિનાથ ભગવાન નો સુંદર રથ પણ સંઘના શ્રાવકો દ્વારા પુજાના વસ્ત્રોમાં ખેંચવામાં આવ્યો હતો. આ અંગે વધુ માહિતી આપતા જાણિતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે સંઘના અલ્પાબેન મિહિર ભાઈ શાહ ની ૬૪ પ્રહરી પૌષધ અને અઠ્ઠાઈ તપ તથા ઉપધાન તપના ઉજમણા માટે પણ આજે વિશાળ શોભાયાત્રા નીકળી હતી.આજે નીકળેલી શોભાયાત્રામાં સરદારજી ના બેન્ડ,સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ઢોલ નગારા, નાસિક ના ઢોલ, ધર્મ ધજા તથા ઘોડાઓ ઉપર બાળકો અવનવા વેશ પરિધાન કરી ભારે આકર્ષણ ઉભું કર્યું હતું.
દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે મુમુક્ષુ આર્યન ઝવેરી ઉ.૨૪, વૃષ્ટિ બૌવાઉ.૧૯, ધ્રુતિ અનિલભાઈઉ.૧૮ તથા યુતિ શાહનંદ ઉ૧૬ પણ વરઘોડામાં જોડાઈ વર્ષીદાન ઉછાળ્યું હતું. તેઓની દીક્ષા ઘાટકોપર મુંબઇ ખાતે ૭ મી ફેબ્રુઆરી એ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસુરી મહારાજ ના હસ્તે દિક્ષા અંગીકાર કરશે. આજના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, મહાવીર જૈન વિદ્યાલયના પ્રતાપભાઈ શાહ, યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહ,તથા વડોદરા ના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.દરમિયાનમાં ગિરિશભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સોમવારે સવારે ૭ વાગે ડી માર્ટ પાસે થી ગુરુદેવ નું સામૈયું કરાશે અને વિહાર સોસાયટી શંખેશ્વર પાર્શ્વનાથ ગ્રહ જીનાલય પહોંચશે અને ચૈત્યવંદન કરીને માંગલિક ફરમાવશે. એક મહિના અગાઉ દીક્ષા લેનાર નૂતન દિક્ષિત સાધ્વી જીનદષ્ટિજી મહારાજ દીક્ષા લીધા પછી માદરે વતન પધાર્યા છે ત્યારે ઘરે પગલાં કરશે.અને ત્યાર બાદ પરત ડી માર્ટ પાસે ના મંડપમાં પધારી વ્યાખ્યાન આપશે ગુરુ પુજન થશે અને સંઘ નવકારશીનો કાર્યક્રમ યોજાશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
Reporter: admin