News Portal...

Breaking News :

નાગૌર-બીકાનેર હાઇવે પર પૂરઝડપે જતી એસયુવી 8 પલટી મારી એજન્સીના ગેટ સાથે અથડાઈ: સવાર તમામ 5 લોકો સંપ

2024-12-22 17:25:46
નાગૌર-બીકાનેર હાઇવે પર પૂરઝડપે જતી એસયુવી 8 પલટી મારી એજન્સીના ગેટ સાથે અથડાઈ: સવાર તમામ 5 લોકો સંપ


બિકાનેર : રાજસ્થાનના નાગૌરમાં નાગૌર-બીકાનેર હાઇવે પર એક પૂરઝડપે જતી એસયુવી એક મોટા અકસ્માતનો ભોગ બની હતી. 


હોન્ડા એજન્સી પાસે ગાડી કાબૂ બહાર થઈ અને એક પછી એક 8 પલટી મારી એજન્સીના ગેટ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગેટ તૂટી ગયો અને ગાડી ત્યાં જ રોકાઈ ગઈ. અકસ્માતમાં ગાડીનો બુકડો બોલાઈ ગયો હતો. ગાડીની હાલત જોતા લાગી રહ્યું હતું કે અંદરના લોકોનું બચવું મુશ્કેલ હશે. 


પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે વાહનમાં સવાર તમામ 5 લોકો સંપૂર્ણપણે સુરક્ષિત રીતે બચી ગયા હતા. આ અકસ્માત 20મી ડિસેમ્બરે રાતે 1.44 કલાકે થયો હતો.ગુલાંટી મારતી ગાડીમાંથી આગના તણખા પણ જોવા મળી રહ્યા હતા, જેના કારણે એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે વાહનમાં આગ લાગી હોય. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Reporter: admin

Related Post