વડોદરા : ડો.બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીને પદ પરથી હટાવવાની માંગ સાથે બી.સી., ઓ.બી.સી, એસ.સી., એસ.ટી.સમાજ દ્વારા શહેરના ન્યાયમંદિર થી આંબેડકર જી ની પ્રતિમા સુધી પોસ્ટર્સ, બેનરો તથા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી.
તાજેતરમાં જ એક મોટો વિવાદ સર્જાયો હતો જેમાં દેશના ગૃહપ્રધાન અમીત શાહ દ્વારા ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડો.બાબાસાહેબ આંબેડકર નું અપમાન કર્યું હોવાના આક્ષેપો સાથે દેશના એસ.સી.એસ.ટી.ઓબીસી દલિત સમાજના લોકોની લાગણી દભાઇ હોય આ મુદ્દે હવે ધીમે ધીમે આક્રોશ વધતો જોવા મળી રહ્યો છે
ત્યારે વડોદરા શહેરના એસ.સી.,એસ.ટી.,ઓબીસી સહિતના દલીલ સમાજ દ્વારા શહેરના ન્યાયમંદિર ભગતસિંહ ચોક થી ડો.બાબાસાહેબની પ્રતિમા સુધી બેનરો પોસ્ટરો હોર્ડિગ્સ સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી હતી તથા જો દેશના ગૃહમંત્રીને પદ પરથી નહીં હટાવાય તો આગામી દિવસોમાં દિલ્હીમાં ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
Reporter: admin