News Portal...

Breaking News :

મધ્ય પ્રદેશમાં તાપણું કરતા 3 લોકો જીવતા બળી ગયા

2024-12-22 11:03:08
મધ્ય પ્રદેશમાં તાપણું કરતા 3 લોકો જીવતા બળી ગયા


બૈરાડ : મધ્ય પ્રદેશમાં હાલમાં જોરદાર ઠંડી પડી રહી છે. જેનાથી બચવા માટે લોકો તાપણું કરીને કાતિલ ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. 


પરંતુ શિવપુરી જિલ્લાના બૈરાડમાં ઠંડીથી બચવા માટે આ તાપણું લોકો માટે જીવલેણ સાબિત થયું. અહીં 3 લોકો જીવતા બળી ગયાની ઘટના સામે આવી છે.રાતે ઠંડીથી બચવા માટે વિચરતી પ્રજાતિના લોકો તાપણું સળગાવીને સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી. 


તાપણાની આગને કારણે આખું ઝૂંપડું ભડભડ સળગી ગયું હતું જેના લીધે ઊંઘમાં હોવાથી તેમને બચવાનો સમય જ ના મળ્યો. આ લોકો ઊંઘમાં ને ઊંઘમાં જ મોતને ભેટી ગયા હતા. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બળી ગયેલા મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ કરવા મોકલી દીધા હતા.

Reporter: admin

Related Post