વડોદરા : એક સિનિયર સિટીઝન પણ તેનો ભોગ બન્યા છે. જેમાં સાયબર ભેજાબાજોએ વૃદ્ધ પાસેથી 1.60 કરોડની રકમ પડાવી લીધી છે.
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વડોદરાના માંજલપુરમાં રહેતા 72 વર્ષીય જગદીશભાઈ સોસાયટી મેનેજરમાંથી નિવૃત્ત થયા છે. તારીખ 15 સપ્ટેમ્બરે જગદીશભાઈના મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવેલ અને ટ્રાઇમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું.જેમાં તમે રાષ્ટ્રવિરોધી કામ કરેલ ન હોય તો 1 નંબર દબાવો.જેથી જગદીશભાઈએ 1 દબાવતા તેમણે જણાવેલ કે તમારા વિરુદ્ધમાં ગણેશનગર અંધેરી ઇસ્ટ મુંબઈથી ફરિયાદ થયેલ છે અને તમે પોર્નોગ્રાફીનો ધંધો કરો છો. જયારે તેમણે ઇનકાર કર્યો તો તેમને મુંબઈ ક્રાઈમ બાન્ચમાં અરજી કરવા જણાવવામાં આવ્યું હતું.
જગદીશભાઈ ચાલી ન શકતા હોવાનું જણાવતા સાયબર ઠગોએ ફોન મુંબઈ ક્રાઈમ બાન્ચમાં કનેક્ટ કર્યો હતો. કનેક્ટ થતાંની સાથે જ વીડિયો કોલ ચાલુ થઈ ગયો હતો. જેમાં જગદીશભાઈ સામેવાળાને જોઈ શકતા ન હતા. તેમણે જણાવેલ કે હું આનંદ રાણા મુંબઈ ક્રાઈમ બ્રાંચ માંથી બોલું છું તમે રૂપિયા 287 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સામેલ છો અને હું તમને ડિજિટલ એરેસ્ટ કરું છું. તમે બહાર કોઈને જાણ કરશો તો તમારી જાનને ખતરો છે.વોટ્સએપ મારફતે અરેસ્ટ વોરંટ મોકલ્યું હતું. બીજા વોટ્સએપ નંબર પરથી એક સુપ્રીમ કોર્ટનો લેટર મોકલેલ હતો. જેમાં MD ઈસ્લામ નવાબ મલિક ગ્રૂપના મની લોન્ડરિંગ કેસમાં તમારું નામ સામેલ છે. જેથી તમે નીચેની શરતો પૈકી કોઈપણનું પાલન નહીં કરો તો ત્રણથી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. ગઠીયાએ કહ્યું કે, હું તમારી મદદ કરીશ અને તેમને એક દિલ્હીના સારા વકીલ સાથે વાત કરાવું જેનું નામ રાકેશ છે અને તે કહે તે રીતે કરો.ત્યારબાદ રાકેશ સાથે ફોન વાત કરાવી ભેજાબાજોએ વિવિધ એકાઉન્ટમાં 1,59,99,974 પડાવી લીધા હતા.
Reporter: admin