News Portal...

Breaking News :

જામનગર એમ્યુઝમેન્ટ પાર્કમાં 20 કિલો વોટના સોલાર ટ્રીના 5 ટાવર એમ્યુઝમેન્ટ પાર્કમાં મૂકવામાં આવશ

2024-12-22 09:36:09
જામનગર એમ્યુઝમેન્ટ પાર્કમાં 20 કિલો વોટના સોલાર ટ્રીના 5 ટાવર એમ્યુઝમેન્ટ પાર્કમાં મૂકવામાં આવશ


જામનગર: સોલારને આજના સમયમાં આશીર્વાદરૂપ માનવામાં આવે છે અને સરકાર પણ સોલારના ઉપયોગ માટે લોકોને જણાવી રહી છે. 


ત્યારે જામનગર મહાનગર પાલિકા દ્વારા વીજબીલથી બચવા અને લોકજાગૃતિ માટે અનોખી પહેલ આદરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં સોલાર ટ્રી ટાવર બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ અને બાળકો માટે પ્રિય એવા એમ્યુઝમેન્ટ પાર્કમાં 20 કિલો વોટનું એક સોલાર ટ્રી હોય તેવા 5 ટાવર એમ્યુઝમેન્ટ પાર્કમાં મૂકવામાં આવશે. અંદાજે 1 કરોડના ખર્ચે સોલાર ટ્રી ટાવર બનાવવામાં આવશે. જામનગરમાં પાર્કમાં વીજળીનું ઉત્પાદન જામનગર: સોલારને આજના સમયમાં આશીર્વાદરૂપ માનવામાં આવે છે અને સરકાર પણ સોલારના ઉપયોગ માટે લોકોને જણાવી રહી છે. 


ત્યારે જામનગર મહાનગર પાલિકા દ્વારા વીજબીલથી બચવા અને લોકજાગૃતિ માટે અનોખી પહેલ આદરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં સોલાર ટ્રી ટાવર બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ અને બાળકો માટે પ્રિય એવા એમ્યુઝમેન્ટ પાર્કમાં 20 કિલો વોટનું એક સોલાર ટ્રી હોય તેવા 5 ટાવર એમ્યુઝમેન્ટ પાર્કમાં મૂકવામાં આવશે. અંદાજે 1 કરોડના ખર્ચે સોલાર ટ્રી ટાવર બનાવવામાં આવશે. જામનગર મનપાના ડે. ઇજનેર રુષભ મહેતાએ જણાવ્યું કે, તંત્રના આ નિર્ણયથી એમ્યુઝમેન્ટ પાર્કમાં વીજબીલથી રાહત મળી શકશે, સાથે ટાવર એવી રીતે તૈયાર કરાશે, જેનાથી નીચે બેઠક વ્યવસ્થા અને ચાર્જિંગ પોઈન્ટ મુકાશે. પાર્કમાં આવા સોલાર ટ્રી ટાવરથી તે પાર્કની શોભા વધારશે સાથે જ તે વધુ ઉપયોગી બનશે. ભવિષ્યમાં અન્ય જાહેર સ્થળોએ પણ આ પ્રકારના સોલાર ટ્રી ટાવર મૂકવાનું આયોજન મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post