News Portal...

Breaking News :

સેકન્ડ કાર વેચાણ ઉપર કાઉન્સિલે માર્જિન પર GST રેટ વધારીને 18% પોપકોર્ન પર 5 થી 12% GST લેવાશે

2024-12-22 09:31:14
સેકન્ડ કાર વેચાણ ઉપર કાઉન્સિલે માર્જિન પર GST રેટ વધારીને 18% પોપકોર્ન પર 5 થી 12% GST લેવાશે


જેસલમેર: ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 55મી બેઠક પૂરી થઈ ગઈ છે, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતામણના નેતૃત્વમાં રાજસ્થાનના જેસલમેરમાં મળેલી આ બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. નાણાપ્રધાન બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી રહ્યા છે.



* ફોર્ટિફાઇડ રાઇસ કર્નલો પર જીએસટી દર ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
* ગ્રાઉન્ડ ટૂ એર મિસાઇલો પર IGST (ઇન્ટર-સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં છૂટ આપવામાં આવી છે.
* નાણા પ્રધાનના જણાવ્યા મુજબ આરોગ્ય અને જીવન વીમા પર લાગતા GSTમાં છૂટ આપવા GoMએ વિગતવાર ચર્ચા કરી છે. પરંતુ IRDAI ના ઇનપુટ્સ મેળવ્યા પછી GoM અહેવાલને અંતિમ સ્વરૂપ આપશે.
* નવા EV વાહનો પર 5% GST છે. જૂની EV કાર જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને વેચે ત્યારે કોઈ GST લાગતો નથી. પરંતુ જો કોઈ કંપની જૂની ઈવી, પેટ્રોલ, ડીઝલ વાહનોનું વેચાણ કરે છે, તો કાઉન્સિલે માર્જિન પર GST રેટ વધારીને 18% કર્યો છે.
* કાઉન્સિલ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ સહિત ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ (GoM) ની રચના કરવા માટે સંમત થઇ, જે મુજબ અમુક વસ્તુઓ અને સેવાઓ પર 1% આફત સેસ લાગુ કરવા માટેની સિસ્ટમ નક્કી કરશે.


* બેંકો અને NBFCsના દંડાત્મક શુલ્ક અને લેટ પેમેન્ટ ફી પર GST લાગુ થશે નહીં. 
•GST કાઉન્સિલે સ્પષ્ટતા કરી છે કે 50 ટકાથી વધુ ફ્લાય એશ કન્ટેન્ટવાળા ઓટોક્લેવ્ડ એરેટેડ  બ્લોક્સ પર 12 ટકા GST દર લાગુ થશે.
* 2000 રૂપિયાના કાર્ડ પેમેન્ટ પર એગ્રીગેટરને રાહત આપવામાં આવી છે. 
* પોપકોર્ન ને ત્રણ પ્રકારના ટેક્સ સ્લેબમાં મૂક્યા છે. 5 ટકા, 12 ટકા અને 18 ટકા. સામાન્ય મીઠું અને મસાલાથી તૈયાર કરાયેલા પોપકોર્ન, જે પેકેટમાં આવતા નથી અને જેના પર કોઈ લેબલ નથી, તેના પર 5 ટકા જીએસટી લાગશે.
* કેન્સરની દવા પર હવે 12%ને બદલે 5% GST લાગશે.

Reporter: admin

Related Post