News Portal...

Breaking News :

ડુંગળીનો ભાવ 20 કિલોના 200 રૂપિયાની આસપાસ બોલાયા

2024-12-22 09:26:57
ડુંગળીનો ભાવ 20 કિલોના 200 રૂપિયાની આસપાસ બોલાયા


અમદાવાદ : ગરીબોનો કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ એવા ગગડ્યા છે કે ખેડૂતોને ગરીબ થઈ જવાનો વારો આવ્યો છે. 


ગુજરાતમાં આ વખતે થયેલા મબલખ ઉત્પાદનને કારણે ખેડૂતોએ જેટલો ખર્ચ કર્યો તેટલા પણ ભાવ નથી મળી રહ્યા. તેના કારણે ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્યના કૃષિ મંત્રીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર આપતી જાહેરાત કરી છે.ગુજરાતમાં આ વખતે ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. એટલું ઉત્પાદન કે રાજ્યના અનેક માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયા છે. વેપારીઓએ તો હવે ખરીદી પણ બંધ કરી દીધી છે.જેના કારણે ડુંગળીથી ભરેલી ટ્રકોની લાઈન યાર્ડની બહાર લાગેલી છે. 


સામાન્ય લોકોને તો હાલ સસ્તી ડુંગળી મળી રહી છે પરંતુ અન્નદાતાને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે...જેટલો ખર્ચ ડુંગળીની ખેતીમાં કર્યો હતો તે પણ ન નીકળે તેવી સ્થિતિ આવી ગઈ છે.આ વખતે ડુંગળીનો ભાવ 20 કિલોના 200 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. પરંતુ ખેડૂતો માટે આટલો ભાવ તો નુકસાનકારક જ છે. કારણ કે આટલા ભાવમાં તો દવા, ખાતર, મજૂરી કે બિયારણનો પણ ખર્ચ નીકળી શકે તેમ નથી. ડુંગળી પકવતાં ગુજરાતના ખેડૂતો હાલ રાતા પાણીએ રોઈ રહ્યા છે. સરકાર સારો ભાવ આપે તેવી આશાએ તેવો બેઠા છે.ત્યારે રાજ્યના કૃષિ મંત્રીએ નિરાશ ખેડૂતોની આશા જાગે તેવું એક નિવેદન આપ્યું છે.

Reporter: admin

Related Post