વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં અરવિન્દ નિવાસ આવેલું છે. જે અરવિન્દ આશ્રમ તરીકે પણ ઓળખાય છે.
શાંત, રમણીય, બગીચાથી સુશોભીત એવું આર્કિટેકચરલ હેરીટેઝ ભવન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં બંધાયેલું સુંદર ભવન છે. મહર્ષિ અરવિન્દ તેમના ૧૩ વર્ષના વડોદરામાં વસવાટ દરમિયાન આ ભવનમાં ૬ વર્ષ રહ્યા હતા. અત્યારે આ અરવિન્દ નિવાસમાં અરવિન્દ સોસાયટી અને અરવિન્દ મેમોરિયલ ટ્રસ્ટ એવી બે સંસ્થાઓ અરવિન્દ અને માતાજીના કાર્યનો પ્રચાર અને પ્રસારનું કામકાજ કરી રહેલી છે. આ કાર્યના ભાગરૂપે તા. ૨૩ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી મહર્ષિ અરવિન્દે લખેલા સાહિત્યનું તથા અરવિન્દ આશ્રમ પોડિચેરીના માતાજીએ લખેલા સાહિત્યનું પ્રદર્શન, વેચાણ અને નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ રાખેલ છે.
અરવિન્દ નિવાસમાં આવેલા આરોગ્ય ભવન હોલમાં સવારે ૧૦ થી સાંજે ૭ સુધી આ પ્રદર્શન ત્રણ દિવસ સુધી ખુલ્લું રહેશે. આ પ્રદર્શન વેચાણ અને નિઃશુલ્ક વિતરણનો હેતુ જનમાનસમાં અરવિન્દ અને માતાજીના આધ્યાત્મિક, સામાજીક અને શૈક્ષણિક કાર્યનો પરિચય કરાવવાનો રહેલો છે. વર્ષ ૧૮૯૩ થી ૧૯૦૪ સુધીના સમયમાં અરવિન્દે મહારાજાના અંગત પત્રો લખવાના, વડોદરાના કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર, વાઈસ પ્રિન્સીપાલ તરીકેની સેવાઓ આજે પણ જનમાનસમાં વિદ્યમાન છે. પંડિચેરીમાં તેમનો આશ્રમ આવેલો છે. જે અરવિન્દ આશ્રમ, પોંડિચેરી તરીકે ઓળખાય છે.
Reporter: admin