સાબરકાંઠા: પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું છે.કુષ્ઠ રોગીઓની સેવા કરવા માટે તેઓ 'મુછાળી મા' તરીકે ઓળખાતા હતા.
હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમશ્વાસ લીધા છે. પદ્મશ્રી સુરેશભાઈ સોનીએ કુષ્ઠ રોગીઓની સેવા કરવા માટે જીવન સમર્પિત કર્યું છે. સતત કુષ્ઠ રોગીઓની સેવા માટે હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે સેવા આશ્રમ શરૂ કર્યો હતો. આજે સહયોગ કુષ્ઠ યજ્ઞ ખાતે તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. છેલ્લા 36 વર્ષથી વધુ વર્ષોથી સાબરકાંઠાની ધરતી ઉપર માનવતાની મહેક જગાવનાર સુરેશભાઈ સોનીને કેન્દ્ર સરકાર દ્વારા સેવાની કદરરૂપે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
લોકો આજે પણ સુરેશભાઈ સોનીને માનવતાના ભગવાન ગણે છે. વર્ષ 2025માં જ્યારે તેમના નામની જાહેરાત પદ્મશ્રી એવોર્ડ માટે કરવામાં આવી હતી ત્યારે સ્થાનિક કક્ષાએ લોકોની સેવાનો અવિરત યજ્ઞ ચલાવનારની સાચા અર્થમાં કદર અને કિંમત થઈ હોય તેમ માની રહ્યા હતા. નોંધનીય છે કે, તેમનો જન્મ વર્ષ 1944માં થયો હતો. તેમની ઉંમર 82 વર્ષની હતી.
Reporter: admin







