કોલકોતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાંથી હિંસા અને તણાવના સમાચાર સામે આવી રહ્યા છે.
સિલીગુડીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરો સામસામે આવી ગયા છે, તો બીજી તરફ મુર્શિદાબાદમાં દેશી બોમ્બ ફેંકવાની ઘટના બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ તૃણમૂલ કોંગ્રેસ(TMC) પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે, હવે બંગાળમાંથી ભય દૂર થઈ રહ્યો છે અને લોકોમાં ફરીથી ભરોસો પાછો આવી રહ્યો છે.
તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, 'મેં બંગાળમાં ઝાલમુરી ખાધી પણ તીખું TMCને લાગ્યું છે.' પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 4 મેના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે બંગાળમાં મીઠાઈની સાથે ઝાલમુડી પણ વહેંચવામાં આવશે
Reporter: admin







