News Portal...

Breaking News :

ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો

2026-04-23 15:49:37
ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો


ભરૂચ : જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ઝઘડિયા GIDCમાં આજે(23 એપ્રિલ) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. 


વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી.આ કરુણ ઘટનામાં પ્લાન્ટમાં ફરજ બજાવતા 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 


બ્લાસ્ટને પગલે પ્લાન્ટમાં નુકસાનની સાથે કામદારોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે હોસ્પિટલ અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતા જ ઝઘડિયા અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હાલમાં મુખ્ય પ્રાથમિકતા આગને આગળ વધતી અટકાવવાની અને બચાવ કામગીરી પૂર્ણ કરવાની છે. વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં તપાસ હાથ ધરવામાં આવશે.

Reporter: admin

Related Post